પાટણના પુર્વ ધારાસભ્યશ્રી રણછોડભાઈ દેસાઈ ના હસ્તે ડૉ.બાબાસાહેબ આંબેડકર કે તેમના જીવનના કોઈપણ પ્રસંગ ઉપર લોકડાઉનમાં ઘેરબેઠાં યોજાયેલ ચિત્ર સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા

કોરોના વાયરસ (કોવિડ-૧૯) ની વૈશ્વિક મહામારીને લઈને સમગ્ર દેશવાસીઓની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખીને માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરેલ છે. લોકડાઉનના કારણે આપણે સૌ પરિવાર સાથે ઘરમાં જ રહીને કોરાના જેવી વૈશ્વિક મહામારીને હરાવવા રાષ્ટ્રસેવાનું કાર્ય કરી રહ્યા છીએ ત્યારે લોકડાઉન ના સદુપયોગ માટે વિશ્વરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ની ૧૨૯ મી જન્મ જયંતિ નિમિત્તે સંકલ્પ સંસ્થા, પાટણ અને ઉન્નતિ ફાઉન્ડેશન, પાટણ ના સંયુક્ત ઉપક્રમે ડૉ.બાબાસાહેબ આંબેડકર કે તેમના જીવનના કોઈપણ પ્રસંગ ઉપર ઘેરબેઠાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી 

જેમાં ૫ થી ૧૪ વર્ષના બાળકો માટે, ૧૫ થી ૨૧ વર્ષના અને ૨૨ થી વધુ વર્ષના વ્યક્તિઓ માટે એમ ત્રણ કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ચિત્ર સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી કુલ ૧૫૬ સ્પર્ધકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો વોટ્સએપ માઘ્યમથી આવેલ ચિત્રો નું નિર્યાયક ડૉ. પી.એ.પરમાર અને  આર્કિટેક્ટ અંજલિ પટેલ એ બારીકાઈથી નિરીક્ષણ કરીને ત્રણેય કેટેગરીના વિજેતાઓ પસંદ કર્યા હતા જે વિજેતાઓના નામ પાટણના લોકલાડીલા પુર્વ ધારાસભ્યશ્રી રણછોડભાઈ દેસાઈ એ જાહેર કર્યા હતા
 જેમાં ૫ થી ૧૪ વર્ષની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે દિયા વિસરીયા, ભુજ, દ્વિતીય ક્રમાંકે દીપેશ જેપર, ભુજ તૃતીય ક્રમાંકે જુગલ પરમાર, સિદ્ધપુર ૧૫ થી ૨૧ વર્ષના સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે નિખિલ સરવા, પાટણ દ્વિતીય ક્રમાંકે ઉન્નતિ ચૌહાણ, પાટણ તૃતીય ક્રમાંકે હિતેન મકવાણા, ભુજ તેમજ ૨૨ વર્ષ ઉપરનાની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે સુલેમાન સિરાજ, ભુજ દ્વિતીય ક્રમાંકે ધરમસિંહ સોલંકી, પાટણ તૃતીય ક્રમાંકે કમલદીપ રાઠોડ, ધોળકા વિજેતા બન્યા હતા લોકડાઉન બાદ સરકારશ્રી જ્યારે રાજ્યમાં સામાન્ય સ્થિતિ જાહેર કરશે ત્યારે વિષય તજજ્ઞો તેમજ મહેમાનનોની ઉપસ્થિતિમાં ૧ થી ૩ ક્રમાંકે આવનાર તમામ કેટેગરીના સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવશે જ્યારે ભાગ લીધેલ બાકીના તમામ સ્પર્ધકોને આશ્વાસન ઇનામ આપવામાં આવશે આ પ્રસંગે સંકલ્પ સંસ્થાના પ્રમુખ રાજેન્દ્ર હિરવાણીયા, ઉન્નતિ ફાઉન્ડેશન ના પ્રમુખ પરેશભાઈ મકવાણા, ઉપપ્રમુખ અને પ્રોજેક્ટ ચેરમેન ઈશ્વરભાઈ એલ.પરમાર, મહામંત્રી ભરત એન. સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..