કસ્બા અંજુમને ઇસ્લામ મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ સર તખ્તસિંહજી રેન બસેરા ના મેનેજર કૌશિકભાઇ દ્વારા લોક ડાઉનમાં ફસાયેલા રાજસ્થાની લોકોની દેશ હિતમાં મદદ કરી ભાઈચારાની મિસાલ પેશ કરેલ

ભાવનગર શહેરમાં લોક ડાઉન પહેલાં રાજસ્થાનથી આવી અને દેશમાં લોક ડાઉન જાહેર થતાં રાજસ્થાનના ૧૭ વ્યક્તિઓ
ભાવનગરમાં અન્ય લોકોની જેમ આ લોકો પણ 
લોક ડાઉનના કારણે ફસાઇ ગયા હતા સરકાર દ્વારા ટ્રેન બસ જેવી સુવિધાઓ શરૂ થતાં અન્ય રાજ્યના લોકોને મંજૂરી સાથે પોતપોતાના રાજ્યોમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ હતી પરંતુ રાજસ્થાનથી આવેલા આ લોકોનિ પાસે ન તો પૈસા હતા ન તો  મંજૂરી કે અન્ય કોઈ વસ્તુની જાણકારી નહોય મૂંઝવણની સ્થિતિમાં મુકાઈ ગયા હતા આ અંગે સર તખ્તસિંહજી   ધર્મશાળાના(રેન બસેરા )મેનેજર કૌશિકભાઈ ચાવડા દ્વારા   મુસ્લિમ સમાજના આગેવાન આરીફભાઇ કાલવા તેમજ કસ્બા અંજુમને ઇસ્લામના આગેવાનો નો સંપર્ક કરવાનું જણાવેલ ત્યારબાદ આ લોકો દ્વારા આરીફભાઇ કાલવા ને ફોન કરવામાં આવેલ આરીફભાઇ કાલવા દ્વારા સારો ઉત્તર મળતાં રાજસ્થાનીલોકોમાં હવે તે લોકો પોતાના વતન પરત ફરશે તેવી આશા સાથે નિશ્ચિત થઈ ગયેલ
રેનબસેરાના મેનેજર કૌશિકભાઇ ચાવડા (UCDવિભાગ )ની  સરાહનીય કામગીરીને પણ ભૂલી શકાય તેમ નથી કેમ કે તેઓએ રાજસ્થાની લોકોમાં જે મુસ્લિમ સમાજના લોકો રોજા રહેતા હતા તેને સવારે શહેરી અને સાંજે ઇફતારી માટેની તમામ વ્યવસ્થાઓ કરિઅાપવામા આવેલ તેમજ નાવા કપડાં ધોવા માટે  સાબુ તેલ જેવી વસ્તુઓ વગેરે ચીજ પૂરી પાડવામાં આવેલ સેલ્યૂટ છે કૌશિકભાઇ જેવા લોકોને જે દેશહિત માટે હિન્દુ મુસ્લિમના ભેદભાવ ભૂલી સરાહનીય દેશહિતની કામગીરી કરે છે 
મીડિયાનો ધર્મ છે સત્ય હકીકતો 
પ્રકાશિત કરવી 
નહીં કે દેશને નુકસાન થાય તેવા સમાચારો પ્રસિધ્ધ કરી અને લોકોમાં ભેદભાવ ઉભો કરાવવો  ભારત દેશ ભાઈચારાનો દેશ છે આ ભાઇ ચારો તોડવા વાળા ક્યારેય સક્સેસ થયા નથી અને થશે પણ નહીં  અને ભાઇચારાથી જ પૂરી દુનિયામાં દેશ વખણાય છે હિન્દુ મુસ્લિમના ટ્રોફીક ઉભા કરી અને દેશને બદનામ કરવાવાળા  ચેતી જજો હવે દેશની જનતા જાગૃત થઈ ગઈ છે 
 ત્યારબાદ કસ્બા અંજુમને ઇસ્લામ અને આરીફભાઇ કાલવા દ્વારા તમામ લોકોને પોતાના વતન રાજસ્થાનમાં મોકલવાની લીગલી પ્રોસિજર કરવામાં આવેલ જે અંગે ગઇકાલે કલેકટર શ્રી દ્વારા આ તમામ લોકોની મંજૂરી ગ્રાહ્ય રાખી વતન જવાની પરવાનગી આપતા તમામ રાજસ્થાની ૧૭ લોકોને પ્રાઇવેટ બસ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે બેસાડી માનવતાના ધોરણે પોતાના વતન રવાના કરવામાં આવેલ કોઈ પણ નાત જાત હિન્દુ મુસ્લીમના ભેદભાવ વગર કસ્બા અંજુમને ઇસ્લામ ની ટીમ  તેમજ આરીફભાઇ કાલવા આગળ રહી દેશહિતના કાર્યોમાં દિવસ રાત જોયા વગર લોક ડાઉન શરૂ થયું છે ત્યારથી  કામગીરીમાં લાગી ગયા છે સેવાકીય કામગીરીની સાથે આરીફભાઇ કાલવા દ્વારા બસના પૈસાની પણ વ્યવસ્થા રાજસ્થાની લોકો માટે કરી આપવામાં આવેલ માનવતા અને દેશહિતની કામગીરીમાં  
લોક ડાઉનને લઇ કસ્બા અંજુમને ઇસ્લામ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ચાર ચાંદ લાગે તેવી કામગીરી કરવામાં  આવી રહી છે તેમજ મુસ્લિમ સમાજના લોકોએ પણ લોક ડાઉન નું  ચુસ્તપણે પાલન કરી દેશ હિતમાં જે પ્રશાસનને સહકાર આપેલ છે તે પણ સરાહનીય છે બાકી અમુક વિસ્તારમાં કોરોના પોઝિટિવનો કેસ આવતા ત્યાં પ્રસાશન દ્વારા  કન્ટેનમેન્ટ જોન જાહેર કરી અન્ય લોકો સંક્રમિત ન થાય તે માટે પતરાની (બેરીકેટ ) આડશ ઊભી કરી અને લોક કરી દેવામાં આવતા તે વિસ્તારના અમુક લોકો દ્વારા બે દિવસમાં જ અમને બહાર કાઢો ની બૂમો શરૂ કરી દેવામાં આવેલ અને પ્રશાસનને રાજકીય વગનિ ધમકીઓ આપી દબાવવાનો પ્રયત્ન કરવામાં આવેલહોવાનું આ વિસ્તારમાં ચર્ચાઇ રહેલ છે  ભાવનગર શહેરના નિષ્ઠાવાન અધિકારીઓ કોઇ પણ જાતના દબાણ વગર નિષ્ઠાપૂર્વક લોક ડાઉન નું પાલન કરાવે છે તે પણ દિવસ રાત જોયા વગર પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર સેલ્યુટ છે આવા અધિકારીઓને આવા અધિકારીઓનું સન્માન કરી દેશહિતના કાર્યોમાં સહકાર આપો રહ્યો  જે વિસ્તારને બદનામ કરવા હર હંમેશાં તૈયાર રહેતી ચાટુકાર મીડિયાના અભણ પત્રકારો આ બાબતે મૌન કેમ છે ?  ધન્ય છે સાંઢીયાવાડ શિશુવિહાર વડવા પાદર દેવકી ચબૂતરા વિસ્તારના લોકોને જેઅો ૫૫-૬૦ દિવસથી લોક ડાઉનમાં ઘરમાં રહી દેશ હિતમાં પ્રશાસનને સહકાર આપી દેશ હિતનું  કાર્ય કરેલ  અને દલાલ અને ચાર ટુકડા મીડિયાને આ વિસ્તારોને બદનામ કરવાના મોકા નહીં આપી સણસતો તમાચો તેઓ ના ગાલ ઉપર જડી દીધેલ 
 છાતી પીટવાથી દેશહિત કાર્ય સાબિત નથી થતું લોક ડાઉનમાં પ્રશાસનને સહકાર આપી ઘરમાં રહેવાથી પણ દેશ હિતનું કાર્ય કર્યું ગણાય છે 
જિંદગીમાં પહેલી વાર ઘરમાં રહી  કોઈ પણ જાતની નુકસાની વગર દેશહિતની કામગીરીમાં સહભાગી થવાનો મોકો મળ્યો છે  દેશની તમામ જનતાએ આ મોકો હાથથી જવા ન દેવો જોઈએ 
ઘરમાં રહો સુરક્ષિત રહો કામ વગર બહાર ન નીકળો પ્રશાસનને પૂરો સહકાર આપો 
કસ્બા અંજુમને ઇસ્લામ તેમજ આરીફભાઇ કાલવા  દ્વારા રાજસ્થાનની બસને રવાનગી કરાવેલ આ અંગે રાજસ્થાનના લોકોએ 
જે લોકો મદદ ઊભા રહેલા તે તમામનો આભાર માનેલ આ કામગીરીમાં  ભાવનગર કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહેબુબભાઇ (ટીનાભાઇ ) 
પબ્લિક અને પ્રશાસન વચ્ચે પુલ ની ભૂમિકા નિભાવતા એવા આરીફભાઇ કાલવા (હોટલ મોસમ)
કસ્બા અંજુમને ઇસ્લામની ટીમ 
મુન્નાભાઇ ઘાંચી   અશરફભાઇ વોડાફોન
 મુસ્તુફાભાઇ ગેટિંગ ઇકબાલભાઇ આરબ (કોર્પોરેટર) 

 હાઈટમાં નાના અને સરાહનીય કામગીરીમા આગળ રહી  મોટા ભાઈની ઉપમા મેળવનાર હનીફભાઇ 

હોટેલ મોસમ ના કર્મચારી
સાથે રહીને મંજૂરી મેળવી હતી આ સૌને અજમેર જવા માટે રવાનગી કરાય હતી

તોફીકભાઇ 
યુનુસભાઇ મરચાં વાળા 
 વિગેરે સરાહનીય કામગીરી નિભાવેલી

,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..