બોટાદ જિલ્લા પોલીસની કામગીરીને મુસ્લિમ બિરાદરો દ્વારા અનોખી રીતે ઈદની ઉજવણી કરવામાં આવી.
બોટાદ જિલ્લા પોલીસની કામગીરીને મુસ્લિમ બિરાદરો દ્વારા અનોખી રીતે ઈદની ઉજવણી કરવામાં આવી.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફેલાયેલ છે ત્યારે બોટાદ જિલ્લામાં બોટાદ શહેર ખાતે વોરાવાડ હાલ કન્ટેઈન્મેન્ટ વિસ્તાર તરીકે ચાલું છે* અને *ખોજાવાડી વિસ્તારને થોડાં સમય પહેલાં જ કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાંથી મુક્તિ આપવામાં આવેલ છે.
*શ્રી અશોક કુમાર સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સુચના મુજબ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ પવિત્ર રમજાન ઈદ નિમિતે કોરોના મહામારી ચાલી રહેલ હોઈ તમામ મુસ્લિમ બિરાદરોને ઘરમાં જ રહી ઉજવણી કરવાં અપીલ કરવામાં આવેલ*જે મુજબ તમામ લોકોએ ચુસ્ત પાલન કરી ઘરમાં જ રહી નમાજ અદા કરેલ.
*બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક શ્રીરાજદીપસિંહ નકુમ સાહેબ, પી.આઈ.શ્રી એમ.એમ. દિવાન સાહેબ, એસ.ઓ.જી. પી.આઈ.શ્રી એચ આર ગોસ્વામી, બોટાદ ટાઉન ઈ.ચા. પો.ઈન્સ.શ્રી આર.બી.કરમટીયા તથા ક્યુ.આર.ટી. વિગેરે સ્ટાફ સહિત તમામ મુસ્લિમ વિસ્તારમાં જઈ ઈદ મુબારક પાઠવવામાં આવેલ.
કોરોના પોઝીટીવ કેસ આવવાથી કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા માનવીય અભિગમ સાથે કાયદાની ચુસ્ત અમલવારી સિદ્ધાંતને અનુસરી કન્ટેઈન્મેન્ટ વિસ્તારનાં તમામ રહિશોની નાની મોટી તમામ જરૂરિયાતોને સંતોષી સરાહનીય કામગીરી કરવાં બદલ પુષ્પ વર્ષા, તાળીઓ અને થાળીઓ વગાડી ભાવવિભોર બની મુસ્લિમ બિરાદર ભાઈઓ, બહેનો, માતાઓ, વડીલો તથા બાળકો દ્વારા ભાવવિભોર બની સોશિયલ ડીસ્ટન્સીંગનું સંપૂર્ણ પાલન કરી બોટાદ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો.
રિપોર્ટર:અબ્બાસ મેતર
*તંત્રી:સલીમ બાવાણી*
*મો.93 76 40 40 40
Comments
Post a Comment