પાટણમા બે દર્દીઓઍ કોરોનાને મ્હાત આપી
પાટણ વોર્ડ નંબર - ૮ માં ધેનુજીયા પાડા, બુકડી રોડ ના રહીશ શેખ એયુબભાઈ ગુલાલભાઈ અને તેમના પુત્રવધુ શેખ અલ્ફીના વાસીમભાઈ નો કોરોના પોઝીટીવ કેસ આવ્યો હતો.
તેમની સારવાર ધારપુર હોસ્પિટલમાં થતા બન્ને ના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા અને તબિયત સારી થતા આજરોજ તેમને તેમના ઘરે લાવ્યા હતા.
ત્યારે તેમની તમામ સારવાર કરનાર ધારપુર હોસ્પિટલના તમામ ડોકટરો, સ્ટાફ ના મિત્રો અને આરોગ્ય તંત્રના ગૌરવભાઈ પરમાર, દિનેશભાઇ પટેલ, પ્રફુલભાઈ ને ખૂબ ખૂબ આભાર માન્યો
તેઓ વિસ્તાર માં આવતા વિસ્તારના હિન્દૂ અને મુસ્લીમ સમાજ ના લોકોએ એયુબભાઈ શેખ, અલ્ફીના શેખ અને આરોગ્યના અધિકારીશ્રીઓ નું તાળીઓના ગડગડાટ સાથે સન્માન કર્યું હતું. આ સમયે કોંગ્રેસ ના ભરત ભાટીયા - કોર્પોરેટર, દિનેશભાઇ ભીલ - કોર્પોરેટર, પ્રવીણભાઈ વાણીયા - કોર્પોરેટર, કાદરભાઈ કાદરી, અમિતભાઇ પ્રજાપતિ, સલીમભાઈ સૈયદ (ડો), શિવમ રાવલ, ઈંદ્રિસ શેખ તેમજ ભાજપના પૂર્વ કોર્પોરેટર બાબુભાઇ હાજર રહ્યા હતા.
Comments
Post a Comment