ગુજરાત ના પત્રકારો સાથે થઈ રહેલા અન્યાય બાબતે દિયોદર પત્રકાર એકતા સંગઠને આપ્યું દિયોદર મામલતદાર ને આવેદનપત્ર....
ગુજરાત ના પત્રકારો સાથે થઈ રહેલા અન્યાય બાબતે દિયોદર પત્રકાર એકતા સંગઠને આપ્યું દિયોદર મામલતદાર ને આવેદનપત્ર....
ગુજરાત ના વિવિધ વિસ્તારો માં થઈ રહેલા પત્રકારો ને અન્યાય સામે સરકાર ન્યાય આપે તેવી દિયોદર પત્રકાર એકતા સંગઠન ની માંગ....
સમગ્ર દેશમાં જ્યારે કોરોના મહામારી ને લઈ લોકડાઉન ની સ્થિતિ બની છે.ત્યારે દેશના પત્રકારો છેવાડા ના વિસ્તાર હોય કે પછી કોરોના પોઝિટિવ નો વિસ્તાર હોય પરંતુ પોતાના પરિવાર અને પોતાની ચિંતા કર્યા વગર દેશના ખૂણે ખૂણે થી સમાચારોની અપડેટ આપતા હોય છે.સરકાર ની વાહવાહી હોય કે કોરોના મહામારી મા આરોગ્ય, પોલીસ તથા સેવાભાવી સંસ્થા, અધિકારીઓ ના સદકાર્યા ની બિરદાવતા હોય છે. અને લોકો સુધી કાર્યો ને લઈ જાય છે.જ્યારે કોઈ પણ પત્રકાર દ્વારા નાની સરખી ભૂલ થાય તો મોટી સજા મા ફટકારવામાં આવી રહી છે.જ્યારે પત્રકાર ને સજા મળતા જ ગુજરાત ભર ના પત્રકાર આલમને દિલમાં ઠેસ પહોંચે છે..
ત્યારે વાત કરીએ તાજેતર માં ભરૂચ, રાજકોટ, નવસારી, તેમજ અમદાવાદ પત્રકારો સાથે ગેરવર્તણૂક તેમજ પોલીસ ફરિયાદ સામે આવી છે. જો.કે તાજેતરમાં અમદાવાદમાં એક પત્રકાર સામે રાજદ્રોહનો કેસ લાગુ કરવામાં આવ્યો છે.તેને લઈ સમગ્ર પત્રકાર આલમ માં રોષે ભરાયો છે. પત્રકાર સંગઠનો દ્વારા આવેદન આપી પત્રકારોને ન્યાય મળે તે માટે ના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે દિયોદર તાલુકા ના પત્રકારો દ્વારા ગુજરાત ના પત્રકાર પર થતા અન્યાય, હુમલા કે પોલીસ દ્વારા કે પછી સરકાર દ્વારા ખોટી સંડોવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પત્રકાર એકતા સંગઠનના નેજા હેઠળ આજે દિયોદર મામલતદાર શ્રી ને આવેદન પત્ર આપી... સરકાર દ્વારા અને પોલીસ દ્વારા આવા ખોટા કેશ પાછા ખેંચી દેશની ચોથી જાગીરી સામે ન્યાય મળે તેવી માંગ સાથે દિયોદર મામલતદાર ને આવેદનપત્ર આપ્યું છે...
રિપોર્ટર કિશોર નાયક દિયોદર બનાસકાંઠા
તંત્રી:સલીમ બાવાણી
Comments
Post a Comment