પત્રકાર ની ધરપકડ સામે સાવરકુંડલા પત્રકાર એકતા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

પત્રકાર ની ધરપકડ સામે સાવરકુંડલા પત્રકાર એકતા સંગઠન દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું 

પ્રાપ્ત માહિતી મુજબ હાલ સમગ્ર વિશ્વમાં ચાલી રહેલ મહામારી ના સંદર્ભે સમગ્ર પોલીસ સ્ટાફ , આરોગ્ય તંત્ર,  હોસ્પિટલ સ્ટાફ,  સફાઈ કર્મચારી બાદ નિસ્વાર્થભાવે સેવા કરી રહેલા દેશની  ચોથી જાગીર સમાન  પત્રકારોને સન્માનિત કરવાના બદલે રાગદેસ રાખી ફેસ ઓફ નેસન ન્યૂઝ ના સંપાદક ધવલ પટેલ સામે  રાષ્ટ્રદ્રોહ નો  ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવી છે જેની સમગ્ર  રાજ્યના પત્રકારો માં રોસ ફાટી નીકળ્યો છે અને સમગ્ર પત્રકારો  દ્વારા રાજ્ય સરકારની  સખત  નિંદા કરવામાં આવે છે ત્યારે દરેક રાજ્યમાં પત્રકાર એકતા સંગઠન દ્વારા કલેકટર સાહેબને ,  મામલતદાર સાહેબને,  પ્રાંત સાહેબ ને આવેદન પત્ર આપી  મુખ્યમંત્રી સુધી આ બાબતે વિરોધ દર્શાવી ધવલ પટેલ પર લાગેલ તમામ આરોપો  ખારીજ કરી તેને નિર્દોષ જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ સાવરકુંડલા પત્રકાર એકતા સંગઠન ના સદસ્ય એવા  અશોકભાઈ હાવળીયા   ( રાવળદેવ ) મયુરભાઈ ટાંક  તેમજ રહીમભાઈ મરકડા  તેમજ અન્ય પત્રકારો દ્વારા સાવરકુંડલા પ્રાંત સાહેબ ને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો અને આ બાબત મુખ્યમંત્રી સુધી પોહચાડી તાત્કાલિક ધોરણે આ બાબતે ઘટતું કરવા જણાવ્યું હતું

રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..