કરજણ તાલુકા પત્રકાર એકતા સંગઠન દ્વારા કરજણ સેવા સદન ખાતે કરજણ મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યુ

*કરજણ તાલુકા પત્રકાર એકતા સંગઠન  દ્વારા કરજણ સેવા સદન ખાતે  કરજણ મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યુ*

         કરજણ તાલુકાના પ્રિન્ટ મીડિયા તથા ઇલેક્ટ્રોનિક મીડિયા ના પત્રકારો દ્વારા કરજણ તાલુકા મામલતદાર ને આજ રોજ આવેદન પત્ર આપવા માં આવ્યું..           અમદાવાદ ના પત્રકાર ધવલ પટેલ વિરુદ્ધ ખોટા રાજદ્રોહ નો ગુનો નોંધવા સામે આવેદન પત્ર આપવામાં આવેલ તે પ્રસંગે પત્રકાર એકતા સંગઠન ગુજરાત ના પ્રમુખ લાભુ ભાઈ કાત્રોદિયા ની સહી સાથે  કરજણ ના પત્રકારો ઉપસ્થિત રહી કરજણ મામલતદાર ને લેખિત આવેદન પત્ર આપી અમદાવાદ ના ધવલ પટેલ સામે નોંધાયેલ રાજદ્રોહ નો ગુનો રદ કરવા માંગણી કરેલ છે.લોકશાહી ના આધાર સ્થભ એવા પત્રકાર જગત ને ડરાવવા ના પ્રયાસો ને વખોડી કાઢેલ છે.અને ગુજરાત માં કોરાના વાઇરસ જેવાં જીવલેણ સંક્રમણ ની પરિસ્થિમાં પત્રકારો એ જીવના જોખમે સરાહનીય કામગીરી બજાવી રહ્યા છે.તે બિરદાવા ના બદલે ગુજરાત માં રાજકોટ સહિત બીજા અનેક ઠેકાણે પત્રકારો ઉપર થેયેલા હુમલા ધાક ધમકી ઓનો વિરોધ કરી તપાસ કરવામાં આવે એવી માંગણી આવેદન પત્ર દ્વારા કરજણ ના પત્રકારો એ કરી હતી...
કરજણ : હનિફ પતાલા...
રિપોર્ટર :

તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..