*પત્રકાર એકતા સંગઠન ગાંધીનગર જિલ્લા પ્રમુખ કશ્યપ નિમાવતના માતૃશ્રી ઇન્દુમતિબેન નિમાવતની ચિરવિદાય*

*પત્રકાર એકતા સંગઠન ગાંધીનગર જિલ્લા પ્રમુખ કશ્યપ નિમાવતના માતૃશ્રી ઇન્દુમતિબેન નિમાવતની ચિરવિદાય*

ગાંધીનગરમાં સરકારી શાળામાં શિક્ષિકા તરીકે લોકપ્રિયતા હાંસલ કરનાર અને શહેરને પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામના હસ્તે સૌપ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડનું ગૌરવ અપાવનાર માસ્ટર એથ્લેટ શ્રીમતી ઇન્દુમતિબેન નૌતમલાલ નિમાવતનું ૭૩ વર્ષની વયે ગુરુવારે બપોરે ટૂંકી માંદગીના અંતે દુ:ખદ નિધન થવા પામ્યું હતું. સદગતની અંતિમક્રિયા સરગાસણ રુદ્રભૂમિ સ્મશાન ખાતે પ્રવર્તમાન સ્થિતિને અનુરૂપ મર્યાદિત વ્યક્તિઓની હાજરીમાં સંપન્ન કરવામાં આવી હતી. સ્વ. ઇન્દુમતિબેન નિમાવત ગાંધીનગરના પ્રતિષ્ઠાલબ્ધ શિક્ષિકા રહી ચૂક્યા છે અને તેઓ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ગાંધીનગર જીલ્લામાં સૌપ્રથમ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનીત થયા હતા. આ સાથે તેઓ વિવિધ મહિલા ઉત્થાન પ્રવૃતિઓ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ ખુબ જ પ્રવૃત એથ્લેટ હતા.

તેમણે નિવૃતિ પછી પણ એથ્લેટિક્સ ક્ષેત્રે રાજ્યકક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક મેડલ્સ જીતીને ગાંધીનગરને ગૌરવ અપાવ્યું છે જેમાં તેમણે દોડ અને ગોળફેંક જેવી રમતોમાં આશરે ૩૫ જેટલા ગોલ્ડ મેડલ્સ, ૨૫ જેટલા સિલ્વર મેડલ્સ અને ૧૦થી વધુ કાંસ્ય પદકોનો પ્રાપ્ત કર્યા હતા. છેલ્લો પદક તેમણે ગત જાન્યુઆરી માસમાં જ રાજ્યકક્ષાએ મેળવ્યો હતો. તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવવા સાથે ગાંધીનગરમાં મહિલા સશક્તિકરણની મિસાલ બની અનેક માટે પ્રેરણારૂપ બન્યા હતા. તેમનો સાલસ અને હસમુખો સ્વભાવ તથા તેમની હમેશા કોઈપણ જરૂરિયાતમંદને મદદરૂપ થવાની તત્પરતાને કારણે તેઓ ખુબજ લોકપ્રિય બની રહ્યા હતા.

ગાંધીનગરની સંસ્થા ઉદગમ ચેરિટેબલ દ્વારા પણ તેમને મહિલા ગૌરવ પુરસ્કાર સહિત અનેક સંસ્થાઓ તેમજ તેમના સમાજ દ્વારા સન્માનીત કરવામાં આવી ચૂક્યા છે. સ્વ. ઇન્દુબેન નિમાવત ગાંધીનગરના પત્રકાર તથા સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા કશ્યપ નિમાવત તથા જાણીતા નાટયકાર તથા કટાર લેખક કુંતલ નિમાવતના માતૃશ્રી હતા. તેમના પતિ નૌતમલાલ જે. નિમાવત વિધાનસભાના નિવૃત નાયબ સચિવ છે. સ્વ. ઇન્દુબેન નિમાવત તેમની પાછળ પોતાના પતિ નૌતમલાલ, બે પુત્રો અને પુત્રવધુઓ, પૌત્ર-પૌત્રીને રડતાં મૂકી ગયા છે.

સમસ્ત પત્રકાર એકતા સંગઠન (ગુજરાત) અને તમામ જિલ્લા-તાલુકા તેમજ રાજ્યકક્ષાના પત્રકારો દ્વારા માતૃશ્રીના ચરણોમાં અશ્રુભીની અંજલિ અર્પણ કરીએ છીએ અને તેઓને સદગતિ પ્રાપ્ત થાય તેવી ઈશ્વરના ચરણકમળમાં પ્રાર્થના કરીએ છીએ.

લાભુભાઈ કાત્રોડિયા (પ્રમુખશ્રી, પત્રકાર એકતા સંગઠન - ગુજરાત)
સલીમભાઈ બાવાણી (સંયોજક, પત્રકાર એકતા સંગઠન - ગુજરાત)
ગીરવાનસિંહ સરવૈયા (ઉપપ્રમુખ, પત્રકાર એકતા સંગઠન - ગુજરાત)
ગૌરાંગ પંડ્યા (ગાંધીનગર)

ઝોન - ૧ પ્રભારી શ્રી ભાર્ગવ જોશી..
ઝોન -૩  ધર્મેશ મિસ્ત્રી
ઝોન -૪ વાય.એસ. ભદોરિયા..
ઝોન -૫ વિશાલ પટેલ.
ઝોન - ૬ પ્રકાશ પંચોલી
ઝોન -૭ પ્રદીપસિંહ સરવૈયા.
ઝોન -૮ શૈલેષ પરમાર..
ઝોન - ૯ અંબાલાલ રાવલ..
ઝોન - ૧૦ અયુબ ભાઈ દસાડિયા..

સહ પ્રભારી હરજીભાઈ બારૈયા

રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..