જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન દ્વારા મોડી રાત્રે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું.

રાજકોટ, તા.૧/૬/૨૦૨૦ના રોજ  કેન્દ્રના હોમ ખાતાની સૂચના બાદ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને મોડી રાત્રે જાહેરનામું બહાર પાડયું છે. જેમાં પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ ભેગા થવું નહીં પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, જે વિસ્તાર ને કન્ટેન્મેન્ટ ઝોન તથા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરેલ છે તેમજ ભવિષ્યમાં કન્ટેનમેન્ટ ઝોન તથા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ન ચાલુ રહેશે. તમામ આર્થિક પ્રવૃત્તિઓ કન્ટેમેન્ટ ઝોન અને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં નગરપાલિકાની હદમાં સવારે ૮ કલાકથી રાત્રિના ૭ કલાક સુધી તથા નગરપાલિકાની હદની બહારના વિસ્તારમાં સવારે ૮ કલાકથી રાત્રિના ૮ કલાકે સુધી ચાલુ રાખી શકાશે. કર્મચારીઓ, કામદારો, દુકાનધારકો કે જેમના ઘર રહેણાક કન્ટેન્મેન્ટ ઝોન કે માઇકો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવેલા હોય તેઓ આ વિસ્તારમાંથી બહાર નીકળી શકશે નહીં. સ્પોર્ટસ કોમ્લેક્ષ એન સ્ટેડીયમ ખુલ્લા રાખી શકાશે પરંતુ તેમાં દર્શકો આવી શકે નહીં તથા મોટી સંખ્યામાં લોક એકત્રિત થઇ શકશે નહીં. કાયર્યક્રમના પ્રસારણ ઉપર કોઇ પ્રતિબંધ રહેશે નહીં.

તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ