સરીગામ થી સરાઇ જતા રોડ ઉપર ભારે અકસ્માત સર્જાયો હતો.

સરીગામ થી સરઈ જતા રોડ પર ઇકો કાર ગાડી નંબર GJ.15.CH.6929 અને બાઈક ચાલક વચ્ચે ભારે અકસ્માત સર્જાયો હતો અકસ્માત દરમિયાન સ્કૂટર પર સવાર 3 લોકોમાં 2 ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ અને મહિલા ને વલસાડ સિવિલ માં સારવાર માટે ખસેડાઈ છે  હાલ મહિલા ની હાલત ગંભીર છે. 
સ્થાનિકો દ્વારા જાણવામાં આવ્યુ હતુ કે કાર ની ટક્કર લાગ્યા બાદ કારમાંથી દારૂ ની બોટલ અને બીયર ની ટીન સાથે પોલીસ ની લાકડી પણ મડી આવી હતી. કારમાં સવાર કથિત પોલીસ કર્મી માથી એક ભાગી છૂટ્યો હતો.   અને બીજો ઇસમ કાર માં મળી આવતા ગામના લોકોએ મેથી પાક આપ્યો હતો લોકો ના ચર્ચા અનુસાર કાર માં પોલીસ કર્મી ઓ હતા જે  એ છે કે  હાલ સમગ્ર ઘટના ની તપાસ ભિલાડ પોલીસ એ હાથ ધરી છે. અને પીએસઆઈ ડી.આર ભાદરકા એ જણાવ્યુ  કે આરોપી પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
🅖🅤🅙🅐🅡🅐🅣  🅜🅞🅢🅣   🅦🅞🅝🅣🅔🅓
તંત્રી:સલીમ બાવાણી,મો.9376404040

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ