પાલીતાણા શહેર તળેટી ખોડીયાર વાળા ગાળા ની જાડીઓમા થયેલ હત્યા ખુન કરનાર આરોપીઓને ગણતરીની કલાકો મા પકડી પાડતી પાલીતાણા ટાઉન પોલીસ
ગઇ તા- ૧૬/૦૬/૨૦૨૦ ના રોજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન વીસ્તાર મા આવેલ તળેટી ખ્ગોડીયાર વાળા ગાળાની જાડીઓમાથી એક પરપ્રાંતીય ઇસમ ગ્યાચરણસિંગ ઉર્ફ કાળુ લાલારામ લોધી નામના ઇસમની કોહવાયેલ સડી ગયેલ મ્રુત દેહ મળી આવતા પ્રથમ અક્સ્માત મોત નોંધી મરણજનાર નુ પોસ્ટ મોર્ટમ કરાવતા મજકુર ઇસમની બોથડ પદાર્થ વડે હત્યા થયેલાનુ તથ્ય સામે આવેલ જેથી પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુન્હા નં- ૦૦૬૦૦/૨૦૨૦ IPC ક.૩૦૨,૩૪ GP ACT ૧૩૫ મુજબનો ગુન્હો જાહેર થયેલ હોય જે અનુસંધાને મ્હે.પોલીસ મહાનીરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પો.અધિ સા જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા ના.પો.અધિ સા આર.ડી.જાડેજા સાએ તાત્કાલીક આરોપીઓ પકડી પાડવા સુચના કરેલ હોય અને તેઓ સા. ના માર્ગદર્શન મુજબ તેમજ પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.એમ.ચૌધરી સાહેબ તથા તેમની ટીમ તથા એલ.સી.બી શાખા ની ટીમએ આરોપીઓ પકડી પાડવા સઘન પ્રયાસો શરૂ કરેલ હતા દરમ્યાન બાતમી રાહે હકીકત આધારે આરોપી (૧) વીપુલભાઇ ભુપતભાઇ ઉર્ફ ભમ્પાભાઇ બારૈયા/કોળી ઉવ-૩૩ તથા (૨) કીશનભાઇ બાબુભાઇ ચુડાસમા/કોળી ઉવ-૨૩ રહે-બન્ને નવાગઢ પાલીતાણા વાળા મળી આવતા આરોપીઓને પકડી પાડી યુક્તી પ્રયુક્તી થી પુછ-પરછ કરતા સદરહુ ગુન્હો કરેલાની કબુલાત કરતા એ-પાર્ટ ગુન્હા નં- ૦૦૬૦૦/૨૦૨૦ IPC ક.૩૦૨,૩૪ GP ACT ૧૩૫ મુજબના ગુન્હા ના કામે તા-૧૯/૦૬/૨૦૨૦ કલાક-૧૭/૦૦ વાગ્યે ધોરણસર અટક કરેલ છે જે ગુન્હાની તપાસ પાલીતાણા ટાઉન પોસ્ટેના પો.ઇન્સ એન.એમ.ચૌધરી સાહેબ ચલાવી રહેલ છે
આ સમગ્ર કામગીરી પાલીતાણા ટાઉન પોસ્ટેના પો.ઇન્સ એન.એમ.ચૌધરી સાહેબ તથા એલ.સી.બી શાખાના પો.સબ.ઇન્સ એન.જી.જાડેજા સાહેબ તથા તેમની ટીમ તથા પાલી-ટાઉન સ્ટાફના ASI વલકુભાઇ બરાળ તથા ASI ડી.એ.ગોહીલ તથા ASI હરેશભાઇ અંસારી તથા PC હરેશભાઇ ઘાંઘળ તથા યશપાલસિંહ ગોહીલ તથા ધનંજયસિંહ ગોહીલ તથા અજીતભાઇ પનારા તથા ભરતભાઇ મોરી તથા જીગ્નેશભાઇ મારૂ જોડાયેલ હતા
તા-૧૯/૦૬/૨૦૨૦
Comments
Post a Comment