હુજૂર ખ્વાજા ગરીબ નવાઝની સાનમા ગુસ્તાખી કરનાર અમીશ દેવગન સહિતનાઓ સામે પોરબંદરના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો
*હુજૂર ખ્વાજા ગરીબ નવાઝની સાનમા ગુસ્તાખી કરનાર અમીશ દેવગન સહિતનાઓ સામે પોરબંદરના પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો*
*અશરફી સિમનાની ચેરિટેબલ ટ્રસ્ટ, પોરબંદરના મધ્યમથી હુજૂર ખ્વાજા ગરીબ નવાઝ સરકાર ચિશ્તી (ર.અ) ની સાનમાં ગુસ્તાખી કરનાર NEWS 18 INDIA ના એન્કર ગુસ્તાક અમીશ દેવગન સહિતનાઓ સામે પોરબંદર જિલ્લામાં પોરબંદર શહેરની પ્રથમ ફરિયાદ કિર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં આબિદહુસેન કાદરી દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ છાયા શહેરની બીજી ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં સિકંદર નિગામણા દ્વારા કરવામાં આવેલ હતી. અને આવતી કાલે પણ અન્ય પોલીસ સ્ટેશનમાં અમીશ દેવગન સામે ફરિયાદો કરવામાં આવશે.*
*ગરીબ નવાઝ અજમેરની દરગાહ હિન્દુ-મુસ્લિમ ભાઈ-ચારાની આસ્થાનું પ્રતિક છે ને ત્યાં બધા ધર્મના લોકોની આસ્થાઓ જોડાયેલી છે. અને દરેક ધર્મના લોકો ત્યાં પોતાની મન્નતો-મુરાદો લઈને આવે છે. અને પોતાની ખાસ દુવાઓ માંગે છે, અને આ દરગાહ પર દાયકાઓથી ઉર્ષ નિમિતે પ્રથમ ચાદર ભારત દેશના વડા પ્રધાન દ્વારા ચડાવવામાં આવે છે, અને અજમેર સરીફની આ દરગાહ દાઈકાઓથી લોકોની આસ્થાનું કેન્દ્ર બની છે. જેનો બધા સમાજે વખાણ કર્યા છે.*
*એક એન્કરે અભદ્ર સબ્દોનો ઉપયોગ કરી આ આસ્થાના કેન્દ્ર પર લાંછન લગાવ્યું છે. અને કરોડો અનુયાયીઓની અસ્થાને ઠેસ પોહચાડિ છે. જેના વિરુદ્ધમાં પોરબંદરમાં કિર્તિમંદિર, કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદો પોલીસ ઈન્સ્પેકટરને આપવામાં આવેલ. આ ફરિયાદો કરવા માટે અશરફી સિમનાની ચેરિટેબલ ટ્રસ્ટના યુવા એડવોકેટ અકબર સેલોત. આરીફ મલેક, અજીમબાપુ કાદરી, ઈસ્માઈલખાન શેરવાની, આરીફ નોવ્હી તથા બસીરભાઈ કુરેશી સહિતના પોરબંદર-છાયા શહેરના મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા અને આ ગુસ્તાક સામે રોષની લાગણી જોવા મળેલ
G̷U̷J̷A̷R̷A̷T̷ ̷M̷O̷S̷T̷ ̷W̷O̷N̷T̷E̷D̷
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040
Comments
Post a Comment