દિવસ-રાત હિંદુ-મુસ્લિમ કરતી ગોદી મીડિયા ના મોઢા પર લપડાક કોરોના થી મૃત્યુ પામેલ હિન્દુ બહેન ની અંતિમ ક્રિયા દેશ હિતમાં મુસ્લીમોએ કરી

પુરા વિશ્વ ની સાથે ભારત દેશમાં પણ કોરોનાની મહામારી એ માજા મૂકી છે અને કોરોના બીમારી થી જે નું મૃત્યુ થાય છે તેના પરિવાર પર જાણે આભ ફાટી ગયો હોય તેવી સ્થિતિ માં મુકાઇ જાય છે કેમકે કોરોનાવાયરસ ની માહિતી જેના ઘરે મૃત્યુ થાય છે તે આખા પરિવારને corentin કરવામાં આવેછે અને ડેડ બોડી ની અંતિમ વિધિ કોણ કરશે નો મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ભાવનગર શહેરમાં સવિતાબેન સવજીભાઈ ડોડિયા નું કોરોના ની બીમારીથી અવસાન થતાં ડેડ બોડીની અંતિમ વિધિ નો પ્રશ્ન ઉપસ્થિત થયેલ કેમકે  સવજીભાઈ ના આખા ઘરને સમરસ મા corentin  કરવામાં આવેલ અને અંતિમવિધિ માટે જે હંમેશા સારા કાર્યમાં આગળ રહે છે તેવા આરીફભાઈ કાલવા ને બોલાવવામાં આવેલ આરીફ ભાઈ ને જણાવવામાં આવેલ કે હિન્દુ બેન ની ડેટ બોડી છે અને તેની અંતિમવિધિ કરવાની છે હિંદુ મુસ્લિમના ભેદભાવ રાખ્યા વગર હર હંમેશા મદદ માટે તૈયાર રહેતા આરીફભાઇ કાલવા મહેબુબભાઇ શેખ (ટીનાભાઇ) અશરફભાઈ વોડાફોન મુન્નાભાઈ ઘાંચી સોયબ ભાઈ સના મોબાઈલ વાળા ઈમ્તિયાઝ ભાઈ મિર્ઝા વિગેરે મુસ્લિમ યુવાનોએ કુંભારવાડા મોક્ષ મંદિરે જઈ હિન્દુ વિધિ દ્વારા અંતિમ ક્રિયા કરવામાં આવેલ આજે દેશમાં ગોદ્દી મીડિયા દ્વારા હિન્દુ મુસ્લિમ માં દેશના ભાગલા કેમ પડે તેઓ બતાવી અને દેશને તોડવાની કોશિશ થઈ રહી છે અને આવા ખોટા સમાચાર દ્વારા અમુક મગજ વગરના માનવીઓ ગેરમાર્ગે  દોરાઈ પણ જાય છે અને અમુક ભાવનગરના વિસ્તારોમાં ફલાણી કોમના લોકોને અહીંયા નહિ આવું કેવા લખાણો લખી અને દેશની એકતા તોડવા ના અને ભાઈચારો તોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આવું છે કારસ્તાન વડવા વિસ્તારમાં મીડિયાના માધ્યમથી તંત્રના ધ્યાને આવતા તંત્ર દ્વારા આ બેનર ને હટાવી દેવામાં આવ્યું હતું એક બાજુ જ્યારે કોરોના બીમારી ની વચ્ચે મુસ્લિમ સમાજના લોકો ભાઇચારાની મિશાલ પેશ કરી રહ્યા છે અને સંજયભાઈ ડોડીયા જેવા હિંદુ ભાઈઓ ને મુસ્લિમ ભાઈ પર સંપૂર્ણ વિશ્વાસ રાખી એકતાની મિશાલ પેશ કરે છે જ્યારે હિન્દુ-મુસ્લિમ બન્ને એકબીજા ઉપર વિશ્વાસ કરી અને દેશને મજબૂત કરે છે જ્યારે અમુક લોકો પોતાના કોમી રોટલા શેકવા માટે હિન્દુ મુસ્લિમ ને જુદા કરી દેશને તોડવાના પ્રયત્ન કરે છે આવું કૃત્ય દેશને તોડવા માટે આઝાદી ની લડાઈ વખતે પણ કરવામાં આવ્યું હતો પરંતુ કોમી રોગથી પીડાતા લોકો તે સમયે પણ ફાવ્યા નહોતા અને હજી પણ ફાવે તેમ નથી માટે દેશને તોડવાના પ્રયત્ન કરતા લોકો શાનમાં સમજી જાય કે હવે ફરી હિંદુ-મુસ્લિમ જાગૃત થઈ ગયા છે અને બંને હળી-મળીને દેશની એકત ને ક્યારેય ખંડિત થવા નહીં દે
આરીફભાઇ કાલવા અને તેમની ટીમ વિશે સવિતાબેન ડોડીયા ના ઘર વાળા ઓએ શું જણાવ્યું👇
આજ તા.૧૦/૦૬/૨૦૨૦ ના રોજ ભાવનગર માં કોરોના વાયરસ ની બીમારી થી અમારા પરિવાર ના સવિતાબેન સવજી ભાઈ ડોડીયા અવસાન થયેલ અને અમારા પરિવાર ને  કોર્નટાયન માટે સમરસ હોસ્ટેલ માં રાખવા માં આવ્યા હતા અમારે સવિતા બહેન ને અંતિમ સંસ્કાર કરવા નો હતો પરંતુ અમારા પરિવાર ના સભ્ય હતા નહિ અમો ને હોસ્પિટલ માંથી ટેલિફોનિક જાણવા મળ્યું કે આરીફ ભાઈ કાલવા ની ટિમ આવી મદદ કરે  છે તો અમો એ આરીફભાઈ ને ફોન કરી ને વાત જણાવેલ કે આવી રીતે અમારા પરિવાર ના બહેન ને અંતિમ સંસ્કાર કરવા નો છે આરીફ ભાઈ તરત જ તેમની ટીમ ને લઈ ભાવનગર સર્ટિ હોસ્પિટલ રૂબરૂ આવી  ને હોસ્પિટલ ની બધી કાર્યવાહી પૂર્ણ કરી હોસ્પિટલ થી સમસાન લઈ જઈ અમારી  હિન્દૂ વિધિ મુજબ અંતિમ ક્રિયા કુંભરવાડાં મોક્ષ મંદિર (સમસાન) ખાતે કોરોના થી અવસાન થયેલ ની  અંતિમ ક્રિયા કરી આપી હતી. 
આ ભાવનગર સમાજ ના લોંખડી પુરુષો માં
મહેબૂબ ભાઈ શેખ, 
(ટીના ભાઈ)
આરીફભાઈ કાલવા, 
અશરફભાઈ વોડાફોન, 
મુન્ના ભાઈ ઘાંચી, 
સોયબ ભાઈ સના મોબાઇલ વાળા, 
ઈમ્તિયાઝ ભાઈ મિરઝા, કરી આપેલ આ દરેક લોખડી પુરૃષો નો ભાવનગર સમાજ અને ડોડીયા પરિવાર ખૂબ ખૂબ  આભાર માને છે 
અને અવસાન થયેલ તેના પરિવાર ની હાજરી બદલે સમસાન ના ટ્રસ્ટી હાજર રહ્યા હતા...

🅖🅤🅙🅐🅡🅐🅣 🅜🅞🅢🅣 🅦🅞🅝🅣🅔🅓

રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ.મો.9978153574
તંત્રી:સલીમ ભાઈ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..