બનાસકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન તરફથી સરકારોની વિવિધ માગણીઓને લઇ ડીસા ધારાસભ્ય શ્રી ને અપાયુ આવેદનપત્ર.


બનાસકાંઠા જિલ્લા પત્રકાર એકતા સંગઠન અને ડીસા પત્રકાર એકતા સંગઠન તરફથી આજે ગુજરાતની અંદર પત્રકારોને પડી રહેલી તકલીફ અને માગણીઓને લઇ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સાંસદ તેમજ ધારાસભ્ય શ્રી ને આવેદનપત્ર આપવાનું ગુજરાત રાજ્ય પત્રકાર એકતા સંગઠન મોવડીમંડળ તરફથી નિર્ણય લેવામાં આવ્યો હતો.જેના ભાગ સ્વરૂપે આજરોજ ડીસાના માન્ય ધારાસભ્યશ્રી શશીકાંતભાઈ પંડ્યાને બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંગઠનના અધ્યક્ષ વસંતભાઈ ગૌસ્વામી અંબારામભાઈ જોશી બનાસકાંઠા જિલ્લા પત્રકાર સંગઠન મહામંત્રી હરેશભાઈ ઠક્કર ડીસા તાલુકા પત્રકાર સંગઠનના પ્રમુખ દિલીપભાઇ ત્રિવેદી ડીસા પત્રકાર સંગઠનના ખજાનચી દરગાજી સુદેશા હાજર રહી અને પત્રકારોની માગણીઓ ને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની લાગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના બાદ ડીસા ધારાસભ્યશ્રી એ આશ્વાસન આપ્યું હતું કે પત્રકારો અને પડી રહેલી તકલીફો અને વિવિધ માંગણીઓને જે આવેદનપત્રો આપવામાં આવ્યુ છે તેની ગુજરાત સરકાર સુધી રજૂઆત કરશે એવી એમના તરફથી આશ્વાસનરૂપ એ ખાતરી આપવામાં આવી હતી...

રિપોર્ટર : શોએબ લોહિયા
તંત્રી : સલીમભાઇ બાવાણી 

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ