શિહોર તાલુકા ના ભાંખલ ગામે મોબાઇલ નેટવર્ક અભાવે ગ્રામજનો પરેશાન

એકવીસમી સદીનો બીજો દાયકો ચાલી રહ્યો છે.અને હાલના યુગમાં ઇન્ટરનેટ ની બોલબાલા છે. અને લોકો પોતાની જિંદગી સરળ બનાવવા મોબાઈલ અને ઈન્ટરનેટ નો વધુને વધુ ઉપયોગ કરતા થયા છે.પરંતુ શિહોર તાલુકાના છેવાડે આવેલ ભાંખલ ગામમાં હજી પણ મોબાઇલ નેટવર્ક ના અભાવે લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

માનવીની જિંદગી બહુ ફાસ્ટ બની ગઈ છે. અને આ જિંદગીને સરળ બનાવવા માટે ટેલિફોન, મોબાઇલ, ઇન્ટરનેટ, વોટ્સઅપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ,જી - મેઈલ નો લોકો મહત્તમ ઉપયોગ કરતા હોય છે. સંદેશા વ્યવહાર માટે પણ મોબાઇલની મોબાઇલ નેટવર્ક હોવું જરૂરી છે. પરંતુ ભાંખલ ગામ ગિરિમાળાઓ ની ગોદમાં આવેલું હોય અહીં એક પણ કંપની નો ટાવર ન હોવાથી લોકો હેરાન- પરેશાન થઈ રહ્યા છે.

આજે વિવિધ સરકારી ભરતીઓ માટેના ફોર્મ પણ ઓનલાઇન કરતા હોય ભરાતા હોય છે. જ્યાં મોબાઇલ નેટવર્ક જ ના હોય ત્યાં ઇન્ટરનેટ ની કલ્પના જ કેમ કરવી ? આથી ભાખલ ગામના યુવક-યુવતીઓએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે આઠ દસ કિલોમીટરના અંતરે આવેલ દિહોર કે ટાણા સુધી ધક્કા ખાવા પડે છે. ભાંખલ વાસીઓને પડતી હાલાકીને ધ્યાનમાં લઇને એકાદ મોબાઇલ કંપની ભાખલ ગામે ટાવર નાખે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

હાલમાં કોરોના વાયરસ ની મહામારી ને ધ્યાન માં રાખીને સરકારશ્રી ના આદેશ અનુસાર વિધાર્થીઓને ઓનલાઇન વિડ્યો લેકસર દ્વારા વિધાર્થીઓને ભણતર પૂરું પાડવામાં આવી રહ્યું છે.ત્યારે જ્યાં મોબાઇલ નેટવર્ક નાં પણ ધાંધિયા છે તો ઇન્ટરનેટ સેવા ની તો વાત જ ક્યાં કરવી.આવા સમયે વિધાર્થીઓને ખુજ જ મુશ્કેલીઓ પડી રહી છે.ત્યારે ભાંખલ વાસીઓ મોબાઇલ ટાવર ની ઉગ્ર માંગ કરી રહ્યા છે.
તંત્રી:સલીમ બાવાણી.મો.9376404040

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..