બરવાળા સખી વન સ્ટોપ સેન્ટર ઘરેલું હિંસા થી પીડિત બહેનો માટે આશીર્વાદ રૂપ

બોટાદ


આજ સુધી 175 મહિલા ને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવ્યું

બોટાદ જિલ્લા ના બરવાળા ખાતે જિલ્લા મહિલા બાળ અધિકારી ની કચેરી ની દેખરેખ હેઠળ ચાલી રહેલ સખી વન સ્ટોપ સેન્ટર ઘરેલુ હિંસા થી પીડિત બહેનો માટે આશીર્વાદ રૂપ સાબિત થયેલ છે.. સખી વનસ્ટોપ સેન્ટર ખાતે ઘરેલુ હિંસા થી પીડિત મહિલા ને એકજ જગ્યા પર કાનૂની સેવા તબીબી સેવા કાઉન્સેલિંગ દ્વારા સમજાવટ બહેનો ના પ્રશ્નો મુજબ મનોવૈજ્ઞાનિક સલાહ સુચન અને માર્ગદર્શન આપવા માં આવે છે.

સખી વન સ્ટોપ સેન્ટર માં  અત્યાર સુધી માં 175 મહિલાઓ ના કેસ આવેલા છે જેમાં વિવિધ વિભાગો સાથે સંકલન કરી બહેનો ને યોગ્ય સહાય કરવા માં આવે છે કોરોના જેવી મહામારી માં પણ લોકડાઉન હોવા છતાંય 24/7 સેન્ટર માં કર્મચારીઓ હાજર રહી હિંસા થી પીડિત બહેનો ની મદદ કરે છે...


 પતિ અને સાસરી પક્ષ દ્વારા તરછોડાયેલ મહિલાઓ કોઈ  રસ્તે ભટકતી મહિલાઓ કે 181 મહિલા હેલ્પલાઇન ની મદદ થી સખી વનસ્ટોપ સેન્ટર પર લાવવા માં આવે છે.. ખાસ જિલ્લા મહિલા બાળ અધિકારી શ્રી કે વી કાતરીયા સાહેબ તેમજ જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી સાહેબ  રમેશ જાખણીયા સાહેબ દ્વારા માર્ગદર્શન કરવા માં આવે છે.

.આમ લોકડાઉન ના સમય દરમિયાન બહેનો ને એકજ જગ્યા એ આશ્રય સ્થાન તબીબી સેવા પોલીસ ની મદદ સાથે કર્મચારીઓ  દ્વારા લાગણી અને હૂંફ ની સાથે કાર્ય કરવા માં આવે છે...

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..