મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જીલ્લાના મ્હેસાવાદ પોલીસ સ્ટેશનની હદમાંથી ૧૪ વર્ષની સગીરા નું અપહરણ કરી નાસી જનાર આરોપી તથા ભોગ બનનાર ૧૪ વર્ષની સગીરા ને ઝડપી પાડતી રાણપુર પોલીસ ટીમ

શ્રી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ દારૂ /જુગારની ગેરકાયદેસરની પ્રવુતી સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ નાઓએ હાલમાં વિશ્વભરમાં ફેલાયેલ કોરોના વાયરસ COVID-19 ની બીમારી નો ફેલાવો અટકે તે સારૂ લોકડાઉન ની અમલવારી કરાવવા તથા દારૂ/જુગાર ની પ્રવુત્તિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના આપેલ હોય જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારીશ્રી રાજદીપસિંહ નકુમ નાઓએ માર્ગદર્શન આપવામાં આવેલ*
                       *જે અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર *શ્રી એન.સી.સગર* તથા *ASI આઇ.જી.મોરી* તથા *HC એચ.બી.જમોડ* તથા *HC આર.એસ.ખેર* નાઓ તા.૨૭/૫/૨૦૨૦ ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે સુંદરીયાણા ગામના ખારા વિસ્તારમાં ખોડીયાર માતાજીના મંદીરના પાછળના ભાગે પરપ્રાંતીય છોકરો-છોકરી છે અને તેઓ નાસીને આવેલ હોય એવું લાગે છે જેથી ત્યાં જઇ તપાસ કરતા પરપ્રાંતીય છોકરો-છોકરી મળી આવતા તે પૈકી છોકરાને તેનું નામ ઠામ પૂછતા રૂલસિંગ ઓલાયો પાવરા ઉ.વ.૨૫ રહે.ભાદલ તોરણમાલ તા.ધડગાવ જી.નંદુરબાર રાજ્ય-મહારાષ્ટ્ર વાળો હોવાનું જણાવેલ અને તેની સાથે ઉ.વ.૧૪ ની એક સગીરા હોય જેથી આ બાબતે ખરાઇ કરતા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જીલ્લાના મ્હેસાવાદ પોલીસ સ્ટેશનની હદમાંથી ચારેક માસ પહેલા નાસી ગયેલ હોય અને મ્હેસાવાદ પોલીસ સ્ટેશન પાર્ટ-A ગુ.ર.નં.૩૮/૨૦૨૦ ઇ.પી.કો ૩૬૩,૩૬૬ વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી તે બન્નેને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જીલ્લાના મ્હેસાવાદ પોલીસ સ્ટેશન ખાતે ટેલીફોન થી જાણ કરી તેઓને સોંપવાની તજવીજ કરવામાં આવેલ*
                     આમ છેલ્લા ચારેક માસથી મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જીલ્લાના મ્હેસાવાદ પોલીસ સ્ટેશનની  હદમાંથી ૧૪ વર્ષની સગીરા નું અપહરણ કરી નાસી જનાર આરોપી તથા ભોગ બનનાર ૧૪ વર્ષની સગીરા ને ઝડપી પાડી રાણપુર પોલીસ ટીમ દ્વારા ઉમદા કામગીરી કરવામાં આવેલ છે

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..