કારોના વોરિયર્સ ડોક્ટર સૂફિયાને ઘોઘામા ભાવનગરનું ગૌરવ વધે તેવી સરાહનીય કામગીરી કરી હોમ ટાઉન પહોંચતા જોરદાર સ્વાગત કરવામાં આવેલ
ભાવનગર શહેરના જાણીતા ડોક્ટર મુસ્તાકભાઇ લાખાણીના દિકરા સુફિયાન લાખાણી ને કોરોનાની મહામારી માં કાેરોના વોરિયર્સ તરીકે તંત્ર દ્વારા બેવડી જવાબદારી સોંપવામાં આવેલ ભુંમલી મેડિકલ ઓફિસર ઘોઘા તાલુકામાં હેલ્થ ઓફિસર તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છેલ્લા દોઢ માસથી સતત ગામડાઓ ખુંદી લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવિ ઘોઘા પંથકમાં લોકોના દિલમાં વસવાટ કરનારા ડોક્ટર સુફિયાન આજરોજ દેશહિતની કામગીરી કરી દોઢ મહિને પોતાના હોમ ટાઉન ભાવનગર શહેરમાં પધારતા મુસ્લિમ સમાજ ના આગેવાનોએ તેઓનુ જોરદાર સ્વાગત કરેલ ઘોઘાથી ડોક્ટર સુફિયાન (M.B.B.S ) ભાવનગર પોતાના નિવાસસ્થાને પહોંચ્યા ત્યારે ડોક્ટર સુફિયાન જેના ખોળામાં રમીને મોટાથયા છે તે દાદીમાં બાયમાંબાઈ પપ્પા મુસ્તાકભાઇ મમ્મી નાજીમા બેન પત્ની ખતીજાબેન નિ આંખમાંથી ખુશીના આંસુ સરી પડેલ અને લાગણી ભર્યા દૃશ્ય સર્જાયા હતા
માણેકવાડિ સર્કલ પાસે રહેતા ડોક્ટર સુફિયાન દ્વારા પોતાની દોઢ માસની કામગીરી દરમિયાન શંકાસ્પદ લાગતાં ૧૦૦ જેટલા લોકોના સેમ્પલ નુ કલેક્શન કરી લેબમાં મોકલવા આવેલ અને ઘોઘાના બે કોરાેના પોઝિટિવ કેસ શોધી સુંદર કામગીરી કરી અન્યને સંક્રમણથી બચાવવામાં આવેલ આ કામગીરી અંગે ડોક્ટર સુફિયાનને પૂછવામાં આવતાં તેઓએ જણાવેલ કે મેં દોઢ માસ ઘરબાર ત્યાગી મારા નાના બાળકોને ભૂલી જઈ મારી ફરજને પ્રાથમિકતા દેશ હિત માટે આપી છે જ્યારે આખો દેશ કોરોનાની મહામારી સામે લડતો હોય તો હું એક ડોક્ટર થઈ ઘરે કેમ બેસી રહુ એક પ્રશ્નના જવાબમાં ડોક્ટર સુફિયાને જણાવેલ કે મારે બે દીકરીઓ છે એમાં મોટી મરિયમ ઉંમર વર્ષ ચાર અને નાની જેનબ ઉંમર વર્ષ બે મારી કામગીરી દરમિયાન કોઈ પણ નાની બાળકીને જોતો ત્યારે મારી બન્ને દીકરીઓ યાદ આવતી હતીઅને કોઈ મોટી ઉંમરના માજી ને પસાર થતા જોઉં ત્યારે મારા દાદીમાં યાદ આવતા હતા ડોક્ટર સુફિયાન લાખાણી અંગે તમામ સમાજના લોકોએ જણાવેલ કે ખરેખર ઘરબાર ત્યાગી પોતાના જીવની પરવા કર્યા વગર આવી દેશહિતમાં સરાહનીય કામગીરી કરનારા કોરોના વોરિયર્સ સુફિયાને ભાવનગરનું ગૌરવ વધાર્યુ છે અને ખરેખર તે સન્માનના હકદાર છે અને માણેકવાડી સર્કલ પાસે ઇમરાનભાઇ કુરેશી (માજી કોર્પોરેટર )ની ઓફિસ પાસે તાત્કાલિક એક નાનકડો સુંદર સન્માન સમારંભ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેમજ જાહેરનામાનો ભંગ ન થાય તે મુજબ રાખવામાં આવેલ અને ડોક્ટર સુફિયાન ભાઇ લાખાણીને સમાજના આગેવાનો દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં
કસ્બા અંજુમને ઇસ્લામના પ્રમુખ મહેબુબભાઇ શેખ,
આરીફભાઈ કાલવા,અકબરભાઈ ખીમાણી, ઈમરાનભા કોમરેડ,
અસરફ ભાઈ ધોળીયા, (વોડાફોન)
આદિલ ભાઈ દોલા સાદીકભાઈ દાના,
જાવેદભાઈ દૌલા,
જાહીદભાઇ ભાઈ ભરુચા,
હનીફ મોટાભાઈ, ફિરોજભાઈ ગુજરાત ટ્રાવેલ્સ,
યુનુસ ભાઈ મરચા વાળા
રજાક ભાઈ ચોકીયા
યુનુસ ભાઈ અલકા
*સંપૂર્ણ વિગત માટે બ્લુ લાઈન ક્લીક કરો*
,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
*રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
*મો99 78 15 35 74*
*તંત્રી:સલીમ બાવાણી*
*મો.93 76 40 40 40
Comments
Post a Comment