લોકડાઉનના ચાલતા છેલ્લા ૬૦ દિવસથી સતત હેલ્પીંગ હેન્ડ્સ ગ્રુપ અને અશરફી ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રાંતિજ દ્વારા ૩૦૦ થી પણ વધારે ગંભીર રોગોના દર્દીઓને નિ:શુલ્ક (મફત) દવાઓ

લોકડાઉનના ચાલતા છેલ્લા ૬૦ દિવસથી સતત હેલ્પીંગ હેન્ડ્સ ગ્રુપ અને અશરફી ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રાંતિજ દ્વારા ૩૦૦ થી પણ વધારે ગંભીર રોગોના દર્દીઓને નિ:શુલ્ક (મફત) દવાઓ આપવામાં આવેલ છે અને સાથે સાથે પ્રાંતિજમાં એમ્બ્યુલન્સ સેવાના અભાવ ના કારણે હેલ્પીંગ હેન્ડ્સ ગ્રુપ અને અશરફી ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રાંતિજ ના માધ્યમથી એમ્બ્યુલન્સ સેવા પણ પુરી પાડવામાં આવી જેમાં લગભગ ૨૦૦ થી પણ વધારે દર્દીઓને હિંમતનગર અને અમદાવાદ ખાતેની હોસ્પિટલોમાં ઈમરજન્સી અને પ્રાથમિક સારવાર માટે આ સેવાનો ઉપયોગ કરવામાં આવ્યો એ પણ નિ:શુલ્ક કોઈપણ પ્રકારના ચાર્જ લીધા વગર.
         આ બન્ને સેવાઓ હજી પણ હેલ્પીંગ હેન્ડ્સ ગ્રુપ અને અશરફી ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રાંતિજ દ્વારા ચાલુ જ છે અને ગુજરાત માં અને ખાસ કરીને પ્રાંતિજ/સાબરકાંઠામાં જ્યા સુધી સંપૂર્ણ પણે લોકડાઉન પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બંન્ને સેવાઓ (નિ:શુલ્ક) કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર ચાલુ જ રહેશે.
      આગામી સોમવારે સંભવત ઈદનો પવિત્ર દિવસ હોઈ શકે છે ત્યારે હાલની લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ ઈદનો દિવસ સાદગીથી મનાવી ગરીબ અને જરૂરતમંદોની મદદ કરવી તથા દુઓ કરવી કે દેશમાંથી કોરોના નાબૂદ થાય અને બીમાર છે તે જલ્દીથી જલ્દીથી સ્વસ્થ થાય તથા હેલ્પીંગ હેન્ડ્સ ગ્રુપ અને અશરફી ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રાંતિજ દ્વારા આહવાન કરવામાં આવે છે કે કોરનાથી ગભરાવની બિલકુલ પણ જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી આવશ્યક બને છે આમ કોરોના થી સુરક્ષિત રેહવા માટે માસ્ક નો ઉપયોગ ફરજિયાત કરવો, સેનિટાઈઝર નો ઉપયોગ કરવો અને સાબુ થી વારંવાર હાથ ધોવા તથા ખાસ સોશિયલ ડિસ્ટસન્સ જાળવવું જરૂરી છે તો જ આપણે કોરોના જેવી બીમારીથી રક્ષણ મેળવી શકીશું અને કોરોના સામે વિજય પ્રાપ્ત કરીશું.
         હેલ્પીંગ હેન્ડ્સ ગ્રુપ અને અશરફી ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રાંતિજ ને જેને પણ તન,મન અને ધનથી સહકાર આપ્યો છે તેમનો હેલ્પીંગ હેન્ડ્સ ગ્રુપ અને અશરફી ચેરીટેબલ ટ્રસ્ટ-પ્રાંતિજ દિલથી આભાર વ્યક્ત કરે છે અને આશા રાખે છે કે આગળ પણ નગરજનો, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ આવી જ રીતે અમોને સહયોગ કરશે અને આની સાથેસાથે અમો પ્રાંતિજ અને સાબરકાંઠાના વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો પણ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કેમકે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા અમોને આ સેવા કરવાનો જે અવસર આપ્યો તેમજ પ્રોત્સાહન પુરૂ પાડ્યું ત્યારે અમો પ્રાંતિજના નગરજનો ની સેવા કરી શક્યા કેમકે એમના પ્રોત્સાહન ધ્વારા જ અમારા વોલ્યુન્ટર મિત્રોમાં સેવા કરવાનો ઉત્સાહ, ઉમંગ અને જોશમાં ખુબજ વધારો થયો, આગાળ પણ અમો પ્રાંતિજ નગરજનો ની સેવા કરતા રહીશું કેમકે અમારા માટે લોક સેવા એ જ સૌથી મોટો ધર્મ છે.

,,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
&મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..