ગુજરાતના શિક્ષક ઇસ્તીયાકખાન મોગલે લખેલી નવલકથા 'સિક્સ નાઈટ્સ' માત્ર છ મહિનામાં બની ઇન્ડિયન બેસ્ટ સેલર બુક

*ગુજરાતના શિક્ષક ઇસ્તીયાકખાન મોગલે લખેલી નવલકથા 'સિક્સ નાઈટ્સ' માત્ર છ મહિનામાં બની ઇન્ડિયન બેસ્ટ સેલર બુક*

ઉત્તર ગુજરાતના ઊંઝા તાલુકા ના મોગલ ઇસ્તીયાકખાન લિયાકતખાન જે દિયોદર તાલુકા ની ડુચકવાડા ગામની શાળામાં સરકારી શિક્ષક છે. જે પોતે એક શિક્ષકની સાથે-સાથે એક સારા ચિત્રકાર અને એન્કર પણ છે. એનાથી વધુ રસપ્રદ વાત એ છે કે શાળામાં બાળકોને સંસ્કૃત અને હિન્દી વિષય ભણાવી રહયાં છે.  જેમણે ઑગસ્ટ 2019માં હિન્દી નવલકથા પ્રકાશિત થઈ હતી. જે માત્ર છ-સાત મહિના ના ટૂંકાગાળા માં 1000 થી વધુ નકલો વેચાઈ ગયી છે.  એક વેશ્યાના જીવન ની પ્રેમકહાની જે લોકોની આંખોમાં આંસુ લાવી રહી છે. અને એની અપાર સફળતા પર તેઓએ પોતાના મમ્મી મહેરાજ બાનું તથા પપ્પા લિયાકતખાન પોતાની પત્ની ફલક, દીકરો રિજાન અને પોતાના બંને મોટા ભાઈ  ઇર્ષાદ અને વસીમ તથા પોતાના કાકા યુનુસભાઈ નું જે સહયોગ મળ્યો છે માટે તેમના દિલગીર બન્યા હતાં. અને સાથોસાથ પોતાની શાળાના સ્ટાફના પણ ખૂબ આભારી બન્યા હતાં. બાળપણથી જ વાંચનના શોખીન ઇસ્તીયાકખાન  મોગલ ગામમાં પણ ઘણા પ્રિય છે અને પોતાનું આગવું સ્થાન ધરાવે છે જીવનમાં નેગેટિવ વાતો થી દૂર રહી પોઝેટીવ રહેવું અને મુસીબતો ના સામનો કરી આગળ વધુ એ  એમના મુખ્ય સૂત્રો  છે અને  ટૂંક સમયમાં તેમનું બીજું પુસ્તક પણ પ્રકાશિત થવા જઈ રહ્યું છે.
આ પુસ્તક એમેજોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન શોપિંગ ની તમામ સાઇટ્સ ઉપર ઉપલબ્ધ છે.

                ,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
*રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ