જગડીયા તાલુકા ના રાજપારડી નગરમાં પાનપડીકી તમાકુના કાળાબજાર કરતા નવ વેપારી ઝડપાયા.

ભરૂચ 


જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં અાવી.
ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરમાં પાન પડીકી અને તમાકુ જન્ય વસ્તુઓના નિયત કરતા વધુ ભાવ લેવાતા હોવાની વાતો સામે આવતા તેના પર મીડિયા ના માધ્યમ દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો હતો.દરમિયાન જિલ્લા તોલમાપ વિભાગ દ્વારા આજે નગરમાં રેઇડ કરાતા નવ વેપારીઓ વધુ ભાવ લેતા ઝડપાયા હતા.

ઉપરાંત એક વેપારીનો તોલવાનો કાંટો પ્રમાણિત કરાવેલ ન જણાતા આ દસ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.જે અંતર્ગત કુલ ૧૮૫૦૦ રુ.દંડ  વસુલાયો હતો.ઉલ્લેખનીય છેકે રાજપારડી નગરમાં લોકડાઉન દરમિયાન લોકોની મજબુરીનો ગેરલાભ લઇને કાળા બજારીયા મેદાનમાં આવ્યા છે.વધુ ભાવ લેતા મોટા વેપારીઓ સામે છટકા ગોઠવીને તેમની સામે કડક કાર્યવાહી કરાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવનાઓ જણાયછે.તંત્ર દ્વારા કાળાબજાર કરતા મોટા નફાખોરોને ઝડપવા કવાયત હાથ ધરાય એવી લોકલાગણી જોવા મળી રહી છે.

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ