પત્રકાર એકતા સંગઠન તમામ પત્રકારોની મુશ્કેલીમાં ખડે પગે રહે છે જ્યારે અમુક પત્રકારના સંગઠનો અમારો છે તે જોવે છે
. -: *પત્રકાર એકતા સંગઠન* :-
°°°°°°°°°°°°°°°°°°°°°°
*ગુજરાત*
••••••••••••
*પત્રકાર,*
*ભાઈઓ/બહેનો,*
આપ સૌ લોક ડાઉન - ૪ સુધી તો ક્ષેમ કુશળ હશો, કોરોના નો માત્ર ને માત્ર વિકલ્પ લોક ડાઉન હોય તેવું લાગી રહ્યું છે.
*કપરા કાળ મા,કોરોના ના જાહેરમાં આપણે સૌ સૈનિક બની પ્રત્રકરતવ ની ફરજ બજાવી* *છે.સરકાર ની વારે વારે થતી* *અવગણના કે ગુજરાત પોલીસ વડા ની સૂચના છતાં પત્રકારો ઉપર થયેલી ખોટી ફરિયાદો ખૂબ દુઃખદ છે..નાની ઘટનાઓ તો ભૂલવાની આપણને આદત પડી છે.*
પત્રકાર ઉપર ખોટી ફરિયાદ એ પત્રકાર ઉપર લગાવેલું ખોટું તહોમત (આળ) છે. પત્રકારો ને તે ખોટા આરોપો થી બચાવવા ના ભાગ રૂપે કોરોના ના જાહેર અને લોક ડાઉન ચાલુ હોવા છતાં ન છૂટકે સરકાર સામે સત્ય રજૂ કરવાનો પ્રયાસ પત્રકાર એકતા સંગઠને કર્યો છે..
*વિકટ પરિસ્થિતિ મા પણ માટે સંદેશાઓ ના માધ્યમથી ગુજરાત ના દરેક જિલ્લા કે તાલુકાઓ મા આવેદન પત્ર,લોક ડાઉન ના નિયમો ને આધીન રહીને આપ્યા છે. આ પરિસ્થિતિ મા અપાયેલ કાર્યક્રમ ની સફળતા એટલે પત્રકારો ની પીડા,વ્યથા,કે અવગણના ને વાચા..જ્યાં સંગઠન બનાવવાનું બાકી છે ત્યાં પણ પત્રકાર મિત્રોએ આવેદન આપી,રાજ્ય ના પત્રકારો ની એકતા ના દર્શન કરાવ્યા છે, તે અભિનંદન ને પાત્ર છે..*
કોઈ એક ઘટના માટે નહિ,કોઈ વ્યક્તિ વિશેષ માટે નહિ,પત્રકાર એકતા સંગઠને રાજ્યમાં લોક ડાઉન દરમિયાન જે ઘટનાઓ બનવા પામી છે,તે પૈકી જીણવટ ભરી તપાસ ના અંતે જે ફરિયાદ ખોટી હોવાના પુરાવા પ્રાપ્ત થયા તે તમામ ઘટના ને એક આવેદન મા સમાવી છે...
*આવેદન પત્ર મોટા ભાગે અપાઈ ગયા હતા,તે સમયે બનેલી રાજકોટ ની ઘટના બનતા તેને પણ આવરી લેવામાં આવી છે.*
ગુજરાત મા દરેક જિલ્લા કે તાલુકા સુધી સંગઠન ની રચના કરનારું એક માત્ર સંગઠન એટલે પત્રકાર એકતા સંગઠન છે, જેનું દરેક સભ્ય ને ગૌરવ છે..
*સરકારે તેની નિષ્ઠુરતા કે પત્રકારો ની અવગણના માથી પાછી પાની કરી નથી તેવું લોક ડાઉન દરમિયાન ફરજ બજાવતા પત્રકારો એ અનુભવ્યું છે..સરકારે પત્રકારો નું મેડિકલ ટેસ્ટ કરાવવા કોઈ સત્તાવાર જાહેરાત આજ સુધી કરી નથી, અકસ્માત મૃત્યુ માટે પત્રકાર ને કોઈ વીમા નું કવચ આપ્યું નથી.*
કોરોના માટે આજ સુધી લેવાયેલા સરકારી નિર્ણયો સરકાર ની નિષ્ફળતા ના પુરાવા છે..ખેર પર પ્રાંતીઓ એ ભોગવેલી પીડા જોઈ આપણે સુખી હોવાનો અહેસાસ કરીએ છીએ.કોઈ વ્યવસ્થા નહિ,કોઈ આયોજન નહિ...છેલ્લે ભગવાન ભરોસે..
*ગુજરાત ભરના* *શહેરો,જિલ્લાઓ,તાલુકાઓ અને ગામડા સુધીના પત્રકારો એ પત્રકાર એકતા સંગઠન ના કાર્યક્રમ ને સફળ બનાવવા સહભાગી થયા તે ઝોન પ્રભરીઓ, કોર્ડીનેટરો, જિલ્લા પ્રમુખો,તાલુકા પ્રમુખો અને તેની ટીમ,તેમજ જ્યાં સંગઠન ની રચના બાકી છે,ત્યાં ખાસ અમારી અપીલ ને સ્વીકારી સહકાર આપ્યો તે તમામ નો દિલથી,હૃદય થી આભાર...*
દરેક તાલુકા એ જિલ્લા પ્રમુખ ને અને દરેક જિલ્લા પ્રમુખો એ પ્રભારી ને કાર્યક્રમ નો રિપોર્ટ આપવાનો છે,સહકાર આપતા રહેશો તેવી આશા સહ...ફરી આભાર...તબિયત સાચવજો.."પહેલું સુખ તે જાતે નર્યા" પ્રથમ સુખ નિરોગી શરીર છે.
લી.
લાભુભાઈ પી. કાત્રોડીયા.
પ્રમુખ
પત્રકાર એકતા સંગઠન
ગુજરાત
મો..9426534874
સલીમભાઈ બાવાણી - સંયોજક
મો..9376404040
bhai abhinadan
ReplyDelete