ભચાઉના બાળકી પર રેપ કેસમા તપાસનો ધમધમાટ

અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીએ પોલિસતંત્રની સરાહનીય કામગીરી બદલ આભારની લાગણી વ્યકત કરી

આજરોજ માનનીય પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સા. બોર્ડર રેન્જ ભુજ કચ્છ દ્રારા ભચાઉ પો.સ્ટે હદ વિસ્તારમાં નાની વયની બાળકી ઉપર દુષ્કર્મનો બનાવ યશોદાધામ તા.ભચાઉ  મધ્યે રામજીભાઈની કોલોનીમાં બનેલ તે બનાવ અનુસંધાને આજરોજ 

શ્રી સુભાષ ત્રિવેદી સા.પો.મહાનિરીક્ષક સાહેબશ્રીએ સ્થાનિક જગ્યાની વિઝીટ કરી બનાવ અનુંસંધાને ના.પો.અધિ શ્રી કે.જી.ઝાલા સા. ભચાઉ વિભાગ-ભચાઉ તથા પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.બી.પરમાર સા. નાઓ ભચાઉ પો.સ્ટે નાઓને સાથે રાખી સદરહુ  બનાવની ઝીણવટ ભરી રીતે તપાસ અંગેની પૂછપરછ કરી સદરહુ ગુન્હા કામે વૈજ્ઞાનિક ઢબે તેમજ વધુ ઊંડાણપૂર્વક ની 

ઝીણવટ ભરી રીતે તપાસ કરવા સૂચનાઓ આપી સદર ગુન્હા કામે સંડોવાયેલ આરોપીને પકડવા સૂચનાઓ કરવામાં આવેલ છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે આ બનાવ બાબતે અખિલ કરછ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતીના પ્રમુખ હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રાએ પોલિસ મહાનિર્દેશક શ્રી ત્રિવેદી સાહેબ તેમજ પૂર્વ કરછ એસ.પી.સાહેબને આ બનાવ બાબતે રજૂઆતો કરી હતી જેના પગલે તાત્કાલિક શ્રી ત્રિવેદી સાહેબ તથા પૂર્વ કરજ પોલિસ તંત્રે પ્રસંસનીય રીતે તપાસનો ધમધમાટ આદર્યો છે જે કાબીલે

 તારીફ છે અને હાજી ઈબ્રાહીમભાઇ હાલેપોત્રાએ જણાવ્યું હતુ કે પોલિસતંત્રે આ બનાવને  ખુબ જ ગંભીરતાથી લઈ તપાસનો ધમધમાટ કરેલ છે એ જોતા આરોપી ટુંક સમયમા પકડાઈ જશે એવી આશા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતુ કે  રસમિતીના જિલ્લા મહામંત્રી હાજી સુલતાનભાઇ સોઢા પુર્વ કરછ પોલિસ સાથે સતત સંપર્કમા છે અને પોલીસતંત્રનો સહકાર સારો છે.

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ