પોલીસ મિત્ર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર ઇસ્માઇલ નું પોલીસ અધિકારી બારોટ સાહેબે સન્માનિત કરતા વિસ્તારના લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ

દેશમાં કોરોનાએ હાહાકાર મચાવતા દેશના વડાપ્રધાને લોક ડાઉનની જાહેરાત કરી આ લોક ડાઉન નું પાલન કરાવવા માટે કે અન્ય કોઇ કામગીરી હોય તો પ્રથમ દૃષ્ટિએ સરકારને પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રથમ યાદ આવે ભાવનગરમાં લોકડાઉન ને લઈ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ડિપાર્ટમેન્ટની કામગીરીમાં સહભાગી બની શકે તેવા પોલીસ મિત્રની ટીમ ઉભી કરવામાં આવેલી જે લોકોને પોલીસ મિત્ર તરીકેની કામગીરી સોંપવામાં આવેલ તે તમામ લોકોએ આમ તો ઘણી સારી કામગીરી કરી હોય તેવા સમાચારો છે 
આવી જ સારી કામગીરી  સાંઢીયાવાડ વિસ્તારમાં  કરનારા ઇસ્માઇલ હનીફભાઇ સોરા (હફા શેઠના પુત્ર )નો પોલીસ અધિકારી શ્રી બારોટ સાહેબે ઈસ્માઈલને સારી કામગીરીના સન્માનના હકદાર ગણી પબ્લિકની વચ્ચે ફૂલનો હાર પહેરાવી સન્માનિત કરવામાં આવતા સાંઢીયાવાડ વિસ્તારના તેમજ અલગ અલગ વિસ્તારના આવેલા લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધેલ આ જ રીતે પોતાના જીવનની તેમજ પરિવારની પરવા કર્યા વગર દિવસ રાત કારોનાવોરિયસ તરીકે પ્રજા માટે યોદ્ધા તરીકે તડકો છાંયો જોયા વગર ઊભા રહેતા પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું પણ આ વિસ્તારના લોકોએ સન્માન કરી વિસ્તારના લોકોએ પણ પોતાનિ સાચિ ફરજ નિભાવે લ 
ભાવનગરમાં બે દશક પહેલાંના લોકોમાં હનીફભાઇ એટલે કે હફા શેઠ ને ભાગ્યે જ કોય એવું હશે જે ઓળખતા નહિ હોય ગરીબોની મદદમાં તેમજ તંત્રની મદદમાં ખડે પગે રહેનાર હનીફભાઇ ના દીકરા પણ હનિફભાઈ ની જેમ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતા હોવાનું આ કામગીરીથી ફલિત થાય છે

રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી*
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ