મનરેગા યોજના અંતર્ગત ગામ ના તળાવ ને ઊંડું કરવા માટે માટીકામ કરવામાં આવ્યુ.



કોરોના જેવી મહામારી ની પરિસ્થિતિમાં માં ગામ ના ગરીબ અને જરૂરિયા વાળા લોકો ને રોજગારી મળી રહે તેવા ઉમદા હેતુ થી સમી  MGNREGA વિભાગ ના કર્મચારીઓ ના

 માર્ગદર્શન માં વરાણા ગામના સરપંચ શ્રી અને ત.ક.મંત્રી સતીષભાઈ જાદવ દ્વારા મનરેગા યોજના અંતર્ગત ગામ ના તળાવ ને ઊંડું કરવા માટે માટીકામ કરવામાં આવી રહ્યું છે જ્યાં સરકારશ્રી ના આદેશ
 મુજબ તમામ તકેદારી ના પગલાં લેવાઇ રહ્યાં છે લોકો માસ્ક પહેરી સોશ્યલ ડિસ્ટનસ  જાળવી રહ્યા છે જ્યાં પંચાયત દ્વારા છાંયડા ની અને પીવાના પાણી ની વ્યવસ્થા કરેલી છે જે સ્થળે આજે 425 શ્રમિકો કામ કરતાં હોઈ તેમને  ગરમી થી રક્ષણ આપવા વરાણા ગ્રામ પંચાયત દ્વારા આજે છાસ નું પણ વિતરણ તેમજ


જરૂરિયાત વાળા તમામ લોકો ને માસ્ક નું વિતરણ પણ વરાણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું તે ખુબજ ઉમદા કાર્ય છે એવું રીલાયન્સ ફાઉન્ડેશન ના વ્રજલાલ રાજગોર ની યાદી માં જણાવેલ..

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ