લોકડાઉનમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી મનોરંજન સાથે લોકોનું મનોબળ વધારતા લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવી

લોકડાઉનમાં સોશ્યલ મીડિયાના માધ્યમથી મનોરંજન સાથે લોકોનું  મનોબળ વધારતા લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવી
...........................................
વિશ્વ ભરમાં વ્યાપેલ કોરોના મહામારીના કહેર વચ્ચે  લોકો લોકડાઉનમાં રહેવા મજબુર બન્યા છે ત્યારે વઢિયારના જૈન તીર્થ શંખેશ્વરના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુ ટ્યુબ ચેનલ જેવા સોશ્યલ મીડિયાના માધ્યમથી ઘેર બેઠા લાઈવ થઈ  સાહિત્યરસ પીરસી મનોરંજન કરાવી લોકોનું મનોબળ વધારી રહ્યા છે.  જેમાં ખુમારી, ખાનદાની, દાતારી, ક્ષમા, સમર્પણ,  શૌર્ય અને દેશભક્તિની વાતો કરી , ગીતો ગાઇ આપણી વિસરાતી જતી  લોકસંસ્કૃતિ અને લોકસંગીતને ઉજાગર કરી રહ્યા છે. ભગવતદાન ગઢવીમાં કંઠ, કવિતા અને કહેણીનો  ત્રિવેણી સંગમ જોવા મળે છે.
       ઉલ્લેખનીય છે કે ભગવતદાન ગઢવી  લોકસાહિત્યકારની સાથે એક આદર્શ શિક્ષક પણ છે. જેમને શિક્ષણની ઉત્કૃષ્ઠ સેવા રાજ્ય સરકાર દ્વારા 2018ના વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ લોકશિક્ષક તરીકેની ફરજ નિભાવતા લોકડાઉનમાં ઘરે રહી કંટાળો અનુભવતા લોકોને સોશ્યલ મીડિયાના માધ્યમથી લાઈવ થઈ મનોરંજન કરી કોરોના સામે લડવા માટે મનોબળ વધારવાની સાથે સાથે  કોરોના વોરિયર્સ ને બિરદાવવા અને સરકારશ્રીની ગાઈડલાઈન પાળવા લોકોને જાગૃત કરવાનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે.. સોશ્યલ મીડિયા દ્વારા તેમના હજારો ફોલોવર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે..

*સંપૂર્ણ વિગત માટે બ્લુ લાઈન ક્લીક કરો*
,,,,,,,,,,,,ગુજરાત મોસ્ટ વોન્ટેડ,,,,,,,,
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ