ગુજરાતમાં પત્રકાર ઉપર ખોટી ફરિયાદો અને હુમલા થવા અંગે પોરબંદરના પત્રકારોએ નોંધાવ્યો સખ્ત વિરોધ
*ગુજરાતમાં પત્રકાર ઉપર ખોટી ફરિયાદો અને હુમલા થવા અંગે પોરબંદરના પત્રકારોએ નોંધાવ્યો સખ્ત વિરોધ*
*પત્રકારો એ કલેકટર ને પાઠવ્યું આવેદનપત્ર*
ગુજરાતમાં પત્રકારો ઉપર અવાર નવાર થતા હુંમલાઓ તેમજ ખોટી રીતે થતી ફરિયાદો અંગે પત્રકારોમાં ઘેરા રોષની લાગણી ફેલાઇ છે
પોરબંદર જિલ્લા ના પ્રેસ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ પોરબંદર જિલ્લા કલેકટરશ્રીને આપેલા આવેદનપત્રમાં જણાવેલ છે કે તાજેતરમાં ગુજરાતમાં પત્રકારો સંબંધેના બે બનાવો બનેલ છે. જેમાં ખાસ કરીને અમદાવાદમાં પોર્ટલ ન્યુઝ ના રિપોર્ટર ધવલ પટેલ સામે રાજદ્રોહ સંબંધનો ગુન્હો છે. જે રાજ્ય સરકારે ખોટી રીતે ગુન્હો દાખલ કરાવેલ છે.
આ ઉપરાંત તારીખ ૧૭મી મેના રોજ રાજકોટ ખાતે પરપ્રાંતીઓ દ્વારા એબીપી ન્યુઝ ના રિપોર્ટ હાર્દિકભાઈ પર ગંભીર પ્રકારનો હુમલો કરવામાં આવે છે. જે શરમજનક ઘટના કહેવાય. પત્રકારો ઉપર બનતી આવી ઘટનાઓને પોરબંદર જિલ્લાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો એ સખ્ત વિરોધ કરી આવા બનાવને વખોડી સરકાર પાસે યોગ્ય કરવા માંગ કરી છે.
આવેદનપત્રમાં વધુમાં પત્રકારોએ જણાવ્યું કે રાજ્ય સરકારને જરૂરત હોય ત્યારે મિડિયા જ કામ લાગે છે. અને હાલના વૈશ્વિક મહા મારી કોરોનાવાયરસ ના સંક્રમણને અટકાવવા લાદેલા ગોડાઉનમાં મિડિયા જ રાજ્ય સરકારની તમામ ગતિવિધિને વાચા આપે છે. અને લોકડાઉનમાં કપરી કામગીરી આ મીડીયા ના કર્મીઓએ જ કરે છે
જ્યારે તેઓને બિરદાવવા ને બદલે આ રીતે હુમલાઓ થવા તથા ગુન્હો દાખલ કરવા તે શોભનીય નથી. આ એક મીડિયા નો અવાજ દબાવી દેવાનો એક મોટો પ્રયત્નો છે. તે કોઈપણ સંજોગે પત્રકારો સહન કરી શકે તેમ નથી.
જ્યારે કોઈપણ સરકારી યા અને ડિપાર્ટમેન્ટને જરૂરત હોય તો તે પહેલા પ્રેસ કોન્ફોરન્સ બોલાવતા હોય છે. ત્યારે પ્રેસ કોન્ફોરન્સ ની માહિતી પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા ના માધ્યમ દ્બારા પ્રસિદ્ધિ કરાવતા હોય છે ત્યારે આ ચોથી જાગીર સમા પત્રકારોને જ પાડી દેવાની વાત તે સરકાર માટે શોભનીય નથી.
મીડિયા કર્મી ઉપર આવી ઘટનાઓ બને તેને કોઈપણ કાળે સાંખી લેવાય તેમ નથી.
પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ભલે અલગ અલગ ચેનલ તથા અલગ અલગ પેપરમાં કામ કરતા હોય પરંતુ અમો મીડિયા સંઘ સાથે જ છીએ. મીડિયાકર્મીઓને ખાસ પ્રોટેક્શન મળવું જોઈએ તે કોઈ પણ હાલમાં મળતું નથી જેના કારણે આવી ઘટનાઓ બનતી હોય છે.
ગુજરાતમાં ક્યાંય પણ સમુદાય એકઠો થાય ત્યારે મીડિયા કર્મીઓને પૂરતું પ્રોટેક્શન મળી રહેવું જોઇએ તેવી પણ અમારી માગણી છે.
આવેદનપત્ર ના અંતમાં પત્રકારોએ પત્રકારો ઉપર કરનાર હુમલાખોરો સામે સખ્ત મા સખ્ત કામગીરી કરી તેમને સજા થવી જોઈએ, અને જે અમદાવાદમાં પત્રકાર ઉપર રાજદ્રોહ નો ગુન્હો દાખલ થયેલ છે તે પણ તાત્કાલિક દૂર થાય તેવી અમારી માગણી છે. અને રાજ્ય સરકાર તથા મુખ્યમંત્રી આ ઘટનાને ધ્યાને લે અને ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ઓ પત્રકારો ઉપર ન બને તેની ખાસ જોગવાઈ કરી અમલવારી થાય તેવી અમારી માંગ છે
રિપોર્ટર
વિરમભાઈ કે આગઠ
ગુજરાત દર્શન સમાચાર
ગોસા (ઘેડ) પોરબંદર
રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40
Comments
Post a Comment