લોકડાઉન-4ઃ રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આપવામાં આવી છૂટછાટ

*લોકડાઉન-4ઃ રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આપવામાં આવી  છૂટછાટ*

દેશભરમાં આજથી લોકડાઉન-4ની આજથી શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાજ્યમાં લાંબી મીટિંગ બાદ સીએમ રૂપાણીએ લોકડાઉન-4 અંગે મહત્વની જાહેરાત કરી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં શું ખુલશે અને શું નહી ખુલે તે અંગે નિયમો બનાવ્યા છે. કોરોનાના કહેરમાં રાજ્યમાં ક્યાં પ્રકારના નિયમો હશે તેની જાહેરાત કરી રહ્યા છે.

સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ
બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.
અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.
કોરોના વોરિયર્સે ખૂબ જ સારી કામગીરી કરી
છેલ્લા 54 દિવસથી મહામારી કોરોના સામે ગુજરાતની જનતા ગુજરાતના સૌ કોરોના વોરિયર્સ યોદ્ધાઓ , આપણે બધા એક થઈને ગુજરાતમાં કોરોના પરનું સંક્રમણ કેવી રીતે અંકુશમાં રાખીએ કે લોકો હેરાન ન થાય એટલા માટે લોકડાઉન 1-2-3નો આપણે અમલ કર્યો છે. કોર્પોરેશનના સફાઈ કામદારોથી લઇને પોલીસ અને ડોક્ટરોએ આ યુદ્ધમાં એક યોદ્ધા તરીકે પોતાનું કર્તવ્ય બજાવ્યું છે. આ લોકોને અભિનંદન આપું છું. સરકારી કર્મચારીઓ સંવદેનશીલ નથી હોતા એ માન્યતાને ખોટી પૂરવાર કરી છે. સૈકામાં પ્રથમવાર લોકડાઉનનો શબ્દ આવ્યો છે અને તેનું પાલન કર્યું છે. કેન્દ્રની સરકારે સમયસર પગલાં ભરીને ભારતની સરકારને માર્ગદર્શન આપ્યું છે. લોકડાઉન 4નું નોટિફિકેશન ગત રોજ જાહેર થયું છે. કોરોના સામેની લડાઈ હજુ લાંબી છે. જે માટે પ્રયત્નો ચાલુ છે. સાથે સાથે 55 દિવસના લોકડાઉનમાં રોજ કમાનારા લોકો સ્વાભાવિક રીતે હેરાન થયા છે. કોરોનાને આપણે અટકાવવાનો છે.

રાજ્યમાં વ્યવસ્થાઓમાં 2 ભાગ પાડયા છે
ગુજરાતની સરકારે ગરીબ, શ્રમિક વર્ગ, મજદૂર અને મધ્યમવર્ગને ધ્યાને લઇને તેમજ કોરોનાને વધતો અટકાવવા માટે સરકારે આજે નવા નિર્ણયો લીધા છે. આ વખતની સરકારની ગાઈડલાઈનમાં કયા કયા ઝોનમાં સંક્રમણ થયું છે એના આધારે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન જાહેર કર્યા છે. રાજ્યમાં વ્યવસ્થાઓમાં 2 ભાગ પાડયા છે. એક કન્ટેન્ટમેન્ટ ઝોન અને બીજો નોન કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર અમે જાહેર કર્યા છે. આ બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરીને આજે ઝોન જાહેર કરાયા છે.

આ વિસ્તારોમાં થશે ઓટો રિક્ષા ચાલુ
અમદાવાદ અને સુરત સીવાય ઓટો રિક્ષા ચાલુ થશે. બે પેસેન્જરો બેસી શકશે. ઓડ અને ઈવન પ્રમાણે દુકાનો ખોલી શકાશે. દુકાનોમાં પાંચથી વધુ લોકો એક સાથે દુકાનમાં નહી રહી શકે. અમદાવાદના પશ્ચીમ ઝોનમાં આર્થિક ગતીવીધી શરૂ થશે. પૂર્વ ઝોનમાં છૂટછાટ નહી મળે.લગ્નમાં 50 વ્યક્તિથી વધારે સામેલ નહી થઈ શકે. અંતિમવિધિમાં 20 લોકોથી વધારે લોકો નહી જોડાય શકે. નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નિયમો સાથે હેર સલૂન, બ્યુટી પાર્લર ને મંજૂરી આપવામાં આવી. અમદાવાદમાં હાલમાં કેબ અને ટેક્સી બંધા રાખવામાં આવશે.

કન્ટેન્ટમેન્ટ ઝોન
આવશ્યક ચીજ વસ્તુ સીવાય કોઈ પણ ચીજ વસ્તુંની સુવિધા નહી મળે.
શાકભાજી, દુધ, અનાજ, દવા મળશે
બસ સેવાને મંજૂરી નહી મળે
નોન કન્ટેન્ટમેન્ટ ઝોન
સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ધંધા ખુલા રહેશે
શાળા કોલેઝો નહી ખુલે,
જીમ નહી ખુલે
મોટા મેળવડા નહી યોજી શકાય
કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય વેપાર ધંધાને છૂટ,
કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં અપાય, શાળા, કોલેજો જિમને મંજૂરી નહીં મળે, બગીચાઓ, થિયેટર, મેળાવડાઓ, ધાર્મિક સ્થાનો બંધ રહેશે
કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય વેપાર ધંધાને છૂટ, કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં બસ
કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 8થી 4 વાગ્યા સુધી અપાશએ છૂટછાટ
કેસના આધારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરફાર કરાશે
અમદાવાદ શહેરમાં બસોના આવન જાવન પર પ્રતિબંધ
કોરોના સંકટ 2 ભાગમાં વહેચાયું
લગ્ન સમયે 50 અને મૃતકના અંતિમવિધીમાં 20 લોકોને મંજૂરી
દુકાનમાં પાન-માવા બીડીને છૂટછાટ મળી ગઈ
શલૂન, બ્યૂટીપાર્લરમાં સોશિયલ ડિસ્ટન્સિંગની શરતે મંજૂરી અપાઈ
પબ્લીક લાઈબ્રેરીની પણ છૂટછાટ અપાઈ
કન્ટેન્ટેમેન્ટ સિવાયના વિસ્તારમાં કેબ અને ગાડીમાં 2 માણસોની છૂટછાટ, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આ સેવા નહીં મળે
રાજ્યમાં હાઈવે પર ઢાબાઓને પણ સરકારે છૂટછાટ આપી
33 ટકા સ્ટાફ સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર ઓફિસ ખૂલી શકાશે, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં છૂટછાટ નહીં મળે
પ્રાઈવેટ કારમાં 3 અને ટુ વ્હિલરમાં એક વ્યક્તિને જ અપાઈ છૂટ
નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ખુલશે આ વસ્તુઓ

નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ-ઇવન પદ્ધતિથી સવારે 8 થી 4 દુકાનો ખુલી શકશે
અમદાવાદ અને સુરત સિવાય તમામ જગ્યાએ રીક્ષા શરુ થશે, 2 મુસાફરોને માન્યતા
કન્ટેન્મેન્ટ સિવાયના રાજ્યના વિસ્તારોમાં પાનના ગલ્લા અને સલુનને છુટ
સીએમ રૂપાણીના સંબોધનનના મહત્વના મુદ્દા
લોકડાઉનમાં રાજ્યમાં બધા લોકોએ પોતાની જીવની પરવા કર્યા વગર કામ કર્યું
સૈયાકામાં પહેલીવાર લોકડાઉન શબ્દ આવ્યો
પીએમ મોદીએ સમયસર પગલા લઈને ભારતને મોટી ખુવારીમાંથી બચાવ્યું
કોરોના સામેની આપણી લડાઈ હજુ લાંબી છે
કોરોના સામેની આપણી લડાઈ ખૂબ જ લાંબી છે. જેથી આપણે અનેક પ્રકારના પ્રયત્નો સાથે કોરોનાને મ્હાત આપવાની છે. જેમાં સંયમ અને સુનિશ્વિતતા ખૂબ જ જરૂરી છે. અત્યાર સુધીની લડાઈમાં રાજ્ય સરકારની જનતાએ સાથે મળીને સહકાર આપ્યો છે.

રિપોર્ટર:ઈમ્તિયાઝ હવેજ
મો99 78 15 35 74
તંત્રી:સલીમ બાવાણી
મો.93 76 40 40 40

Comments

Popular posts from this blog

કાળ જાળ ગરમીમાં સાડા ત્રણ વરસના અયાન આદિલભાઈ ગનીયાણી પ્રથમ રોઝુ રાખેલ

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..