અમરેલી જિલ્લા 108 ઇમરજન્સી સેવા દ્વારા પાયલોટ દિવસ ની ઉજવણી અને સન્માનિત કરવામાં આવ્યા

હાલ માં ચાલી રહેલ કોરોના ની મહામારી માં 108 ઇમરજન્સી સેવા 24x 7 તેમજ 365 દિવસ કાર્યરત   ખિલખિલાટ, મહિલા અભ્યમ 181 અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના કર્મચારીઓ છેલ્લા 60 દિવસ થી દિવસ અને રાત જોયા વગર 24 કલાક લોકોના જીવ બચાવવા માટે કાર્યરત છે 

અને તેમનો માત્ર એકજ સંકલ્પ છે માનવ જીવન બચાવવું અને આ કોરોના ની મહામારી માં લોકોની વહારે આવવું તેવા જ સાહસિક કર્મચારીઓ નું આજે પાઇલોટ ડે નિમિત્તે અમરેલી, ભાવનગર, બોટાદ  જિલ્લા ના પ્રોગામ મેનેજર શ્રી ચેતન સાહેબ ગાધે તેમજ જિલ્લા અધિકારી શ્રી યોગેશ જાની, અમાનત અલી નક્વી,  દ્વારા  સ્ટાફ ને ચોકલેટ આપી મોઢું મીઠું કરાવી અભિવાદન કરવામાં આવ્યું હતું.

 તેમજ સાથો સાથ અમરેલી જિલ્લા માં કોરોના ની મહામારી બેસ્ટ અને સારી કામગીરી બદલ કોરોના ની મહામારી માં 108 ઇમરજન્સી સેવા તેમજ ખિલખિલાટ, મહિલા અભ્યમ 181 અને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ના કર્મચારીઓને  કોવિડ -19 કોરોના વોરીયર્સ ના બેજ લગાવી ને સન્માન કરાયું હતું અને તેઓની કામગીરી ને બિરદાવી હતી.

રીપોર્ટ અલ્ફાઝ હીંગોરા સાવરકુંડલા

Comments

Popular posts from this blog

ભાવનગર ખાતે ૭૪મા સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથે ઉજવણી કરાઈ

લઠ્ઠા કાંડ ના પીડિતો ની ખબર પૂછવા સર.ટી હોસ્પિટલ માં કેજરીવાલ..

પત્રકાર એકતા સંગઠનની બોટાદ જીલ્લા સરકીટ હાઉસ ખાતે મીટિંગ યોજાઈ સર્વોનુ મતે હોદ્દેદારો ની વરણી કરાઈ